________________
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ કે
બધાય ગણધર બ્રાહ્મણ હતા. મેતારજ મુનિ શુદ્ધ વર્ણના હતા. જૈન ધર્મ સર્વ માટે ખુલ્લે છે. આ સાહિત્ય સમારોહ યોજવા પાછળનો ઉદ્દેશ જ્ઞાનની ઉપાસના અને ધર્મ તથા તવદર્શનની પ્રવૃત્તિને વેગ આપવાને છે. અગાઉ વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં જૈન સાહિત્યને એક જુદે વિભાગ રહે. કેટલાંક વર્ષોથી એ વિભાગ બંધ થયું છે. આથી જેન સાહિત્યના અધ્યયન અને સંશોધનને વધુ સક્રિય બનાવવાની દૃષ્ટિથી અલગ સમારોહ યોજવાની ભૂમિકા રચાઈ હતી અને તે શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી જ્ઞાનસમૃદ્ધ સંસ્થાએ જવાબદારી ઉપાડી લીધી છે.
વિક્રમના પંદરમાં શતકથી અઢારમાં શતક સુધીમાં સેંકડો નહિ બલકે હજારો સાહિત્ય કૃતિઓની રચના જૈન કવિઓના હાથે ગુજરાતી રાજસ્થાની ભાષામાં થઈ છે. વળી તે પૂર્વેના હજારેક વર્ષના સમયમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં પણ અનેક કૃતિઓની રચના થઈ છે. જે સાહિત્ય પ્રકાશિત થયું છે તે તે દસ-પંદર ટકા જેટલું પણ હશે કે કેમ તે પ્રશ્ન છે. જેસલમેર, પાટણ, સુરત, ખંભાત, ડભોઈ, છાણી, વડોદરા, પાલિતાણું, ભાવનગર, લિંબડી, જોધપુર, જયપુર, બિકાનેર વગેરેના જ્ઞાન ભંડારોમાં વીસ લાખથી વધુ હસ્તપ્રતે આજે પણ સચવાયેલી મળે છે. એ જોતાં આ પ્રાચીન અને મધ્યકાલીન સમયગાળા દરમિયાન કેટલું માતબર જૈન સાહિત્ય રચાયું હશે તેને
ખ્યાલ આવે છે. આ સાહિત્યના સંશોધન, સંપાદન, અધ્યયન ઈત્યાદિ પ્રકારની પ્રવૃત્તિને વિકસાવવા તથા નવોદિત સાહિત્યકારોને પ્રોત્સાહિત કરવાના આશયથી છેલ્લાં બે દાયકાથી સાહિત્યસમારોહની આ પ્રવૃત્તિ ચાલી રહી છે. આ પ્રવૃત્તિ માટે આર્થિક તથા અન્ય પ્રકારનો સહયોગ વિવિધ સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓ દ્વારા અમને જે મળો રહ્યો છે તે માટે અમે સૌના ઋણી છીએ. દીપપ્રાગટય :
મંગલદીપ પ્રગટાવીને સાહિત્ય સમારોહનું ઉદ્ધાટન કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org