________________
૫૫
અગિયારમે જેન સાહિત્ય સમારોહ સરસ્વતી-પુત્ર અને પુત્રીઓનું મિલન :
પ્રાસંગિક પ્રવચન કરતાં શ્રી શશિકાન્ત મહેતાએ જૈન સાહિત્ય સમારોહ નિમિત્તે અહીં સરસ્વતી–પુત્રો અને પુત્રીઓનું મિલન જાય છે એના આનંદની અભિવ્યક્તિ કરીને કહ્યું હતું કે જૈન સાહિત્યમાં રસ છે, એને સ્વીકાર એ આશાનું કિરણ છે. એમણે વિશેષમાં કહ્યું હતું કે જિનશાસન એ તત્વજ્ઞાન છે, સંપ્રદાય નથી. જ્ઞાનની, તત્વની રક્ષા માટે સંધ વ્યવસ્થા છે. એનું અનુસંધાન આજે સમાજમાંથી છૂટી ગયું છે. અધ્યાત્મનું અનુષ્ઠાન, અનુસંધાન અને અધિષ્ઠાન આજે કષારેય ન હતું એટલું જરૂરી છે. શ્રોતાવર્ગ આજે લુપ્ત થયે છે અને વ્યાખ્યાનને વ્યામોહ વો છે એ ચિંતાજનક છે. કાળક્રમે આપણુ વારસાના જતનની જરૂરિયાતને એમણે અનુરોધ કર્યો હતો. આત્માને અજવાળે એ પર્વ :
પ્રા. તારાબહેન ૨. શાહે જણાવ્યું હતું કે ગુરુભગવંતની નિશ્રામાં આપણે જ્ઞાનની પ્રતિષ્ઠા કરવા એકત્ર થયાં છીએ, અને આપણે માટે એ એક પર્વ છે. પર્વની વ્યાખ્યા કરતાં એમણે કહ્યું કે આત્માને અજવાળે એ પર્વ. આજના આપણું જીવનને આલેખગ્રાફ દેરીએ તે બહુ ચોંકાવનારું પરિણામ જોવા મળે એમ જણાવી એમણે કહ્યું કે આજે પ્રકીર્ણ બાબતમાં પુષ્કળ સમયને દુર્થય થાય છે. એ બધાંની સરખામણીમાં આજે અહીં જ્ઞાનના અભંગ દ્વારેથી કશુંક નવું પામીને, નવું જાણીને આપણે જવું છે એમ જણાવી જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિને એમણે અનુમોદન આપ્યું હતું. શુભેચ્છા સંદેશાઓની રજૂઆત ઃ
જૈન સાહિત્ય સમારોહમાં ઉપસ્થિત ન રહી શકનાર શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પ્રમુખ શ્રી જે. આર. શાહ અને ઉપપ્રમુખ હૈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org