________________
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૩
જીવનલાલ એમ. લાખાણીના આજના પ્રસંગની સફળતા પાઠવતા સંદેશાની રજૂઆત અને આ ઉદ્ધાટન બેઠકનું સંચાલન શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી હિંમતલાલ એસ. ગાંધીએ કર્યું હતું.
દ્વિતીય બેઠક :
શનિવાર, તા. ૩૦-૯–૧૯૮૯ના રોજ બપોરના ૩-૦૦ વાગ્યે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની નવમી જન્મ શતાબ્દિના ઉપલક્ષ્યમાં - હેમચંદ્રાચાર્યના જીવન અને કવન’ની બેઠકમાં પૂ. મુનિશ્રી જંબૂ વિજયજી મહારાજના માંગલિક બાદ શ્રીમતી શૈલજાબહેન ચેતનકુમાર શાહે હેમચંદ્રાચાર્ય વિષે પિતાના નિબંધનું વાંચન કર્યું હતું. સંસ્કૃતમાં નિબંધ વાંચન :
શ્રીમતિ શૈલજાબહેન શાહે સરળ સંસ્કૃત ભાષામાં એમના નિબંધનું વાંચન કર્યું હતું. પાંચમા જૈન સાહિત્ય સમારોહ વખતે માંડવીમાં પણ એમણે સંસ્કૃતમાં પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું એનું આથી સ્મરણ તાજુ થયું. એમણે હેમચંદ્રાચાર્યના જીવનની કેટલીક હકીકતો અને એમણે રચેલા ગ્રંથની સંક્ષેપમાં રજૂઆત કરી હતી. લાખ પ્રમાણુ સાહિત્યનું હેમચંદ્રાચાર્ય સર્જન કર્યું એ શું શકય છે? એવી આપણને શંકા થાય એ સ્વાભાવિક છે. અખંડ બ્રહ્મચર્યની સાધનાના પ્રભાવના કારણે એ શકય બન્યું છે એવું સમાધાન વ્યાખ્યાતાએ આપ્યું હતું. પૂર્વ સૂરિઓના ગ્રંથનું દોહન છતાં પડકારવાનું સાહસ :
ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. તપસ્વી નદીએ હેમચંદ્રાચાર્યના કાવ્યાનુશાસનમાં રસદષ, વાદેષ અને અથદોષ સહિત તેર વાકય દોષોની થયેલી ચર્ચા અંગે જણાવ્યું કે હેમચંદ્રને પૂર્વસૂરિઓના મંથના આધારને લાભ મળે છે. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org