________________
જૈન સાહિત્ય સમારોહ-મુછ ૩
ચડિયાતા એવા વિદ્યાધામનું હતું એમ જણાવી એમણે કહ્યું હતું કે, ભિન્ન ભિન્ન વિષયો માટે આધારરૂપ આકાર ગ્રંથને સંગ્રહ પાટણના જ્ઞાન ભંડારોમાં એ વખતે કરવામાં આવ્યું હતું. સામગ્રી અને આધાર માટે વિદ્વાને પાટણમાં હાજર જ હેય. સંસ્કૃતને સાચવવાનું કાર્ય વર્ષોથી જૈન સાધુઓ કરી રહ્યાં છે. આ સંદર્ભે વર્તમાનમાં મહારાષ્ટ્રના પ્રા. ભાંડારકનું એમણે સ્મરણ કર્યું હતું. હેમચંદ્રાચાર્યના વખતમાં હસ્તપ્રતોના લેખન માટે ત્રણસો લહિયાઓ એકીસાથે બેસતા. કાગળ અને કલમ (બરુઆ)નિયમિત સર્જન કરવામાં આવતું. આ જ્ઞાનયજ્ઞમાં કેટકેટલાને સહયોગ મળી રહેતો !
એમણે સમજાવ્યું કે પરબ્રહ્મની પ્રાપ્તિનું લક્ષ એ ભારતીય સંસ્કૃતિનું અને દર્શનેનું પરમ લક્ષ છે. ઈડા, પિંગલા, પ્રાણાયામ અને વેગ આદિની સાધનાથી આ પરમ લક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. પ્રાણાયમની જેટલી વિગતે ચર્ચા હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્ર'માં થઈ છે તેટલી વિગતે ચર્ચા અન્ય ગ્રંથમાં જોવા મળતી નથી; હઠયોગ પ્રદીપિકામાં પણ નહીં. વિશાળ ફલક પર તુલનાત્મક દષ્ટિએ એમાં વિચારણું થઈ છે.
એમણે વિશેષમાં કહ્યું હતું કે ગુજરાતની ભૂમિ ખમીરવંતી છે અને એણે યુગે યુગે એનું ગૌરવ વધારે એવા મહાપુરુષોની જગતને ભેટ ધરી છે. એક અર્થમાં એ ભૂમિ અસામાન્ય છે. હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ, વસ્તુપાલતેજપાલ, મેગલ સમ્રાટ અકબર ને પ્રતિબોધ પમાડનાર આચાર્ય શ્રી હીરવિજયસૂરિ, ત્રણ સૈકા પહેલાં ઉત્તર ગુજરાતના કનેરૂમાં જન્મેલા ઉપાધ્યાય યશોવિજયજીથી માંડીને વર્તમાનમાં જગતને અહિંસાની દીક્ષા આપનાર ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનું નેતૃત્વ એ ગુજરાતની જગતને દેન છે, એમ જણાવી એમણે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની જિનાગમ પ્રકાશનની પ્રવૃત્તિને બિરદાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org