________________
અગિયારમે જેન સાહિત્ય સમારોહ
૫૩
મુનિશ્રી જંબૂવિજયજી મહારાજે કહ્યું હતું કે શાસ્ત્રકારોએ ચાર ચીજો દુર્લભ ગણાવી છે. તેમાં મનુષ્યભવની પ્રાપ્તિ અને શાસ્ત્રશ્રવણ અગ્રતાક્રમે છે. શાસ્ત્ર શ્રવણ દ્વારા સંસ્કારપ્રાપ્તિ થાય છે એમ જણાવી એમણે કહ્યું હતું કે એ કામ સાહિત્ય કરે છે. અમુક અપેક્ષાએ કેવળજ્ઞાન સ્વપ્રકાશિત છે, જયારે શ્રુતજ્ઞાન સ્વ–પર પ્રકાશિત છે. એટલે શ્રુતજ્ઞાન મહત્વનું છે. એની ઉપેક્ષા કરીને શાસન કે રાષ્ટ્ર વિકાસ પામી શકે નહીં. આજની પ્રજા તેજસ્વી નથી. તેના કારણની મીમાંસા કરતાં એમણે સમજાવ્યું કે આપણે શસ્ત્રો સરકારને અને શાસ્ત્રો સાધુઓને સયા તેનું આ પરિણામ છે. ભૂતકાળમાં શ્રાવકો અભ્યાસી અને વિદ્વાન હતા. એટલે સાધુઓમાં સજજતા રહેતી. વસ્તુપાલ કમજ્ઞાનના નિષ્ણાત હતા અને એમનું તેજસ્વી વિદ્યામંડળ હતું અને વર્તમાનમાં સ્વ. કુંવરજી આણંદજી કાપડિયા એવા શાસ્ત્રાભ્યાસી હતા. એટલે સાધુઓએ શાસ્ત્ર–અભ્યાસથી સજજ રહેવું પડતું. સંપ્રદાયથી ઉપર ઊતી હેમચંદ્રાચાર્યની દષ્ટિ :
ભગવાન મહાવીરની પરંપરામાં હેમચંદ્રાચાર્ય થયા. એમણે દૂષણોના દેશનિકાલ અને અહિંસાના સંસ્કારની વિચારધારા આપી. એમના જીવનમાં ક્યાંય સાંપ્રદાયિક્તા કે સંકુચિતતા જેવા નહીં મળે. એ વીતરાગ તેત્ર રચે તે વળી મહાદેવ ઑત્રનું પણ સર્જન કરે. દેશીનામવાળા, નિઘંટુ, ન્યાય અને વૈદક જેવા ગ્રની પણ તેઓએ રચના કરી છે. તે સંપ્રદાયને અનુલક્ષીને નહીં પરંતુ સમગ્ર જીવરાશિના કલ્યાણની દષ્ટિ લક્ષમાં રાખીને એવું સર્જન કર્યું છે. ગાંધીજીની અહિંસાનાં મૂળ હેમચંદ્રાચાર્યની પ્રરૂપિત અમારિ ઘોષણમાં રહેલાં છે એમ તેમણે ઉમેર્યું હતું. યુનિવર્સિટીથી ચડિયાતું વિદ્યાધામ-પાટણ : " a હેમચંદ્રાચાર્યના સમયમાં પાટણનું સ્થાન યુનિવર્સિટીથીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org