________________
જૈન સાહિત્ય સમારોહ-મું ૩ કિલા શાહે “જૈન દર્શનમાં જ્ઞાનવિજ્ઞાન એ વિષય પર પિતાના અભ્યાસ પૂર્ણ નિબંધે રજુ કર્યા હતા.
છેટલી બેઠક : સેમવાર, તા. ૨૮મીના રોજ સવારના નવ વાગ્યે મળેલી. અંતિમ બેઠકમાં નીચે મુજબના નિબંધે રજુ થયા હતાઃ
| દિવ્યવનિ : આ વિષય પર પ્રવચન આપતાં સાહિત્ય સમારોહના સંયોજક ઠે. રમણલાલ ચી. શાહે જણાવ્યું હતું કે આઠ પ્રાતિહાર્યમાં દિવ્યધ્વનિને સમાવેશ થાય છે. દિવ્યધ્વનિ એટલે તીર્થકર ભગવાનને કેવળજ્ઞાન થાય ત્યારે તેમના શરીરમાંથી નીકળતા વનિ અને દેશના (ઉપદેશ) આપે ત્યારે એમના મુખમાંથી નીકળતી વાણીને દે મધુર બનાવે છે. ભગવાનની વાણું આંતરિક વિભૂતિ રૂપ છે અને દેવે દ્વારા વાજિંત્રો વડે એનું પ્રસારણ એ પ્રાતિહાર્યાં છે. દિવ્યધ્વનિથી મૃગલાઓ દોડી આવે, સ્તબ્ધ થઈ સાંભળે. આ નિબંધ માટે એમણે પ્રવચન સાધાર’, વીતરાગસ્ત્રોત્રની અવચૂરિ', લોકપ્રકાશ,” “લલિતવિસ્તરા' આદિના સંદર્ભો આપ્યા હતા.
શ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધી એ આશ્રવના ચાર પ્રકારના ભેદ સમજાવ્યા હતા.
આ બેઠકમાં ડો. બળવંત જાનીએ “વસ્તુપાળ તેજપાળને રાસ શ્રી શિવકુમાર જૈને “ધર્મતવ પ્રસાર,’ શ્રી હસમુખ શાંતિલાલ શાહ જૈનત્વના વીસા', ડે. ધવલ ગાલાએ જૈનીઝમ એન્ડ લેબલ પીસ, એ વિષય પર પિતાના નિબંધ વાંચ્યા હતા.
અન્ય નિબંધ: નીચે જણાવેલ વિદ્વાન તરફથી આ સમારોહ માટે નિબંધે પ્રાપ્ત થયા હતા. પરંતુ સંજોગવશાત જે તે વિદાને ઉપસ્થિત રહી શક્યા ન હતા એટલે એમના નિબંધે રજૂ થઈ શકયા ન હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org