________________
દસ જેન સાહિત્ય સમારોહ
હેત તે કેવું સારું એવી કુમારપાળની પ્રતિક્રિયાને પ્રસંગ એમણે હૃદયસ્પર્શી રીતે રજૂ કર્યો હતે.
યોગશાસ્ત્રમાં બ્રહ્મચર્યની વિભાવના : હેમચંદ્રાચાર્યકત ગશાસ્ત્રમાં બ્રહ્મચર્ય વિશે પરંપરાગત વિભાવનાની પનાલાલ ૨. શાહે રજૂઆત કર્યા બાદ આધુનિક વિચારધારા અને જેને દૃષ્ટિએ બ્રહ્મચર્યની રજુઆત કરતાં કહ્યું કે બ્રહ્મચર્યની સાધના અતિ દુષ્કર છે એટલે એને લક્ષ્ય ન બનાવવામાં વ્યક્તિની પિતાની મર્યાદાને બાહ્ય કવચ આપવાની વૃત્તિના એમણે દર્શન કર્યા હતાં. સ્થૂળ કામવાસના અને વયજન્ય આવેગ માટે આપણો ઉછેર અને કેળવણું જવાબદાર હેવાની વાતમાં છેદ ઉડાડી કામસંસ્કાર નિમેળ કરવા વિશે આપણું પૂર્વસૂરિઓએ કરેલ ચિંતન અને અનુભવના આધારે આપેલ નવ વાડથી બ્રહ્મચર્યની સાધના સહજ થાય એ સ્તરે પહોંચાય એમ સમજાવ્યું હતું. સ્ત્રી-પુરુષની સમાનતાના આ યુગમાં સ્ત્રીઓને હલકી ચીતરવામાં આવે છે એ બાબતમાં એમણે કહ્યું કે સૂક્ષ્મ રીતે સ્ત્રીજાતિ તરફ નહિ, પરંતુ સ્ત્રી કલેવર તરફ દષ્ટિપરિવર્તનની એમાં મહત્તા છે. સ્ત્રી દ્વારા પુરુષને બ્રહ્મચર્યમાં સ્થિર કરાય એવાં ઓજસ્વી ઉદાહરણે મળે છે. તેવાં એજસ્વી ઉદાહરણો ચલિત થતી સ્ત્રીને પુરુષ દ્વારા સ્થિર કરાયાના નથી અથવા તદ્દન વિરલ છે.
આ બેઠકમાં શ્રી ગોવિંદજી લેડાયાએ પડદર્શન સમન્વય, ડે. રમેશ લાલને બળદીક્ષા વિરુદ્ધ એક રીટ પીટીશન, શ્રી નેમચંદ ગાલાએ “સંલેખના', પ્રા. સાવિત્રી શાહે “લેશ્યા–પ્રેક્ષા', પ્રા. ઉત્પલા મોદીએ “ધર્મની આવશ્યક્તા”, શ્રી ચીમનલાલ એમ. શાહ-કલાધરએ પ્રાર્થના, શ્રી દિનેશ ખીમશિયાએ જેને ભારતીય જીવનમાં એનું સ્થાન અને યોગદાન', પ્રા. ગુલાબ દેઢિયાએ શ્રાવક ભીમશી માણેક', શ્રી સુધાબહેન પી. ઝવેરીએ “વિજ્ઞાન પ્રયોગશાળાની બહાર', ડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org