________________
૪૨
જેન સાહિત્ય સમારોહ-મુછ કે
ઇતિહાસ ભાગ ૧-૩, જગદીશચંદ્ર જૈનકૃત “પ્રાકૃત સાહિત્યકા ઇતિહાસ,” મે. દ. દેશાઈકૃત “જેને ગુજર કવિઓ' ભાગ ૧ થી ૫, એ. ચક્રવતી કૃત “જૈન લીટરેચર ઇન તામિલ' વગેરેને આધારભૂત સાધન તરીકે ઓળખાવ્યાં હતાં, ઉપરાંત વિવિધ જૈન ભંડારોનાં સૂચિપત્ર જેવાની ભલામણ કરી હતી. સૌ પ્રથમ એમણે જેને દ્વારા રચાયેલ કાવ્યસાહિત્ય અને કાવ્યતર શાસ્ત્રીય સાહિત્યને અતિ સંક્ષિપ્ત પરિચય કરાવ્યું હતું. વિવિધ ભાષામાં રચાયેલ જૈન સાહિત્યની ઝાંખી :
સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશ, વ્રજ, ગુજરાત, રાજસ્થાની, કન્નડ, તમિળ વગેરે ભાષામાં રચાયેલ અને કાવ્યસાહિત્યનાં અનેક રૂપના ખેડાણુની એમણે ચર્ચા કરી હતી. સંસ્કૃત કાવ્ય સાહિત્યમાં રવિણનું વિચરિત, જિનસેન અને સકલકીતિનું હરિવંશપુરાણુ ગુણભદ્રનું મહાપુરાણ અને હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિતને શકવતી ગ્રંથ ગણુવ્યા હતા. આ રચનાઓને મોટો ભાગ કથાત્મક અને પુરાણની સ્વાભાવિક, સરળ શૈલી છતાં અનેક સ્થાને રસ, ભાવ અને અલંકારોથી મંડિત છે. મેરૂતુંગ કૃત મહાપુરાણ, પામુંદર કૃત યદુસુંદર મહાકાવ્ય, પાર્શ્વનાથ ચરિત મહાકાવ્ય અને રાયમલાન્યુય, અમરચંદ્ર કૃત પદ્માનંદ મહાકાવ્ય, હરિશ્ચંદ્ર કૃત ધર્મશર્માસ્યુદયમ મહાકાવ્ય, વાગભટ્ટ કૃત ને નિર્વાણ કાવ્ય, જિનસેન કૃત પાર્ધાન્યુદય, દેવવિમલગણિ કૃત હીર સૌભાગ્ય-આ બધાં સંસ્કૃત મહાકાવ્યનાં સરસ ઉદાહરણે પૂરાં પાડે છે. એ જ રીતે પ્રાકૃત, અપભ્ર ૨, ગુજરાતી, કનડ, તમિળ વગેરે ભાષાઓમાં રચાયેલી મહત્ત્વની કૃતિઓને પણ એમણે પરિચય આપ્યો હતે. જૈનધર્મદન-વિષયક સાહિત્ય :
જૈન ધર્મદર્શન વિષયક સાહિત્યની ઝાંખી કરાવતાં એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org