________________
દસ
જૈન સાહિત્ય સમારોહ
પહેલી બેઠક મળી હતી. આ બેઠકમાં શ્રી ઉષાબહેન મહેતાએ ઘાતી -અધાતી કમ વિષે, શ્રી નટવરલાલ એસ. શાહે કાયાની માયાના બંધન વિષે, ડે. ખરચંદ્ર જેને “યશોવિજયજી કૃત જ્ઞાનસાર-એક અધ્યયન' વિષે, પ્રા. મચંદ આર. શાહે શ્રાવકેને શ્રેષ્ઠ ધર્મ–દાન વિષે, પ્રા. નલિનાક્ષ પંડ્યાએ પેટલાદના જૈન સમાજ વિશે અને પ્રા. દેવબાળા સંધવીએ ભાવરન મુનિ કૃત હરિબલ રાસ વિષે નિબંધ વાંચ્યા હતા.
પ્રારંભમાં પૂ. મુનિશ્રી ભુવનચંદ્રવિજયજીએ આચરણ પર ભાર મૂકતાં જેને જનતા, જૈન સાહિત્યથી પરિચિત થાય એવાં પગલાં લેવાની પ્રેરણા આપી હતી. આચાર્ય ભગવંત છોટાલાલજી મહારાજના ૫. નવીનચંદ્ર મહારાજે લક્ષ્મી અને સરસ્વતીપુત્રોના સંગને આવકાર આપે છે. કચ્છના જ્ઞાનભંડારોમાં સચવાયેલ ગ્રાની શ્રાવકોને જાણ પણ નહિ હોય એમ જણાવી એનું મહત્ત્વ આપણને સમજાયું નથી એમ કહ્યું હતું. ત્યાર બાદ પ્રમુખશ્રી નગીનભાઈ જે. શાહે વક્તવ્ય રજૂ કર્યું હતું, જેના મહત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે: જૈન સાહિત્ય એટલે જૈનધમશન-વિષયક અને જેના દ્વારા રચાયેલું સાહિત્ય:
. સમારેહના પ્રમુખ ડે. નગીનદાસ જે. શાહે જણાવ્યું કે જેન સાહિત્ય એટલે જૈનધર્મદર્શન વિષયક સાહિત્ય તેમજ જેને દ્વારા રચાયેલું કાવ્ય તથા કાવ્યતર શાસ્ત્રીય સાહિત્ય. જૈન સાહિત્યને મહિમા કરતાં એમણે જૈન સાહિત્યને ઇયત્તા, ગુણવત્તા અને વિવિધતાની દષ્ટિએ અજોડ ગણાવ્યું હતું. આ માટે એમણે સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈ કૃત જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ પ્રકાશિત જૈન સાહિત્યકા બૃહદ્ ઈતિહાસ” ભાગ ૧ થી ૬,
શ્રી હીરાલાલ રસિકલાલ કાપડિયા કૃત “જૈન સંસ્કૃત સાહિત્યને Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org