________________
દસમે જૈન સાહિત્ય સમારેલ
અહેવાલ : પન્નાલાલ ૨. શાહ
ચાર ચાર વર્ષના સતત દુષ્કાળ બાદ મેઘરાજાની અમીવર્ષોથી પરિપ્લાવિત થયેલી કચ્છની હરિયાળી–લીલીછમ ધરતી પર દસમા. જૈન સાહિત્ય સમારોહ નિમિત્તે મુંબઈ, અમદાવાદ, વલ્લભવિદ્યાનગર, રાજકોટ અને ભાવનગર એમ વિવિધ સ્થળોએથી પધારેલા જેને સાહિત્યના જિજ્ઞાસુ, રસિકે, અભ્યાસીઓ અને વિદ્વાને ગત માસ નવેમ્બરની તા. ૨૬, ૨૭ અને ૨૮મીના રોજ કરછના તલવાણા પાસે નવોદિત તીર્થ બેનેર જિનાલય ખાતે વિદ્યાવ્યાસંગ માર્યો. કચ્છની ધીંગી ધરતીની સમગ્ર પ્રજા અને તેમાંયે જેન કચ્છી પ્રજા વ્યાપારકુશળ, સાહસિક, શ્રદ્ધાળુ, ધર્મપ્રેમી અને દાનવીર છે. શ્રાવક ભીમશી માણેકે તે જૈન સાહિત્યની કૃતિઓને ભંડારોમાંથી શોધી, તેમનું મુદ્રણ-પ્રકાશન કરી, જૈન સાહિત્યની અનન્ય સેવા કરી છે અને આ પ્રદેશને મહિમા બ છે. મેસર્સ નવનીત પ્રકાશન કેન્દ્રના નિમંત્રણથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે દસમે જૈન સાહિત્ય સમારોહ યોજાયો. તેના પ્રમુખસ્થાને હતા જાણીતા તત્વજ્ઞ અને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ડિરેકટર ડો. નગીનદાસ જે. શાહ.
નાહિત તીર્થમાં આવકાર :
શનિવારે બપોરના ૩-૩૦ વાગ્યે આચાર્ય ગુણદય સાગરસૂરિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org