________________
નવમા જૈન સાહિત્ય સમારાહ
શ્રાવકનાં દૃષ્ટાંતાપૂર્વક વર્ણવવામાં આવી છે. મેાક્ષની પ્રાપ્તિ માટેના પરિક્રમવિધિ, પરગણુસંક્રમણુ, મમત્વવિચ્છેદ અને સમાધિલાભ એ ચાર કારણ આ ગ્રન્થમાં વિસ્તૃત સ્વરૂપે બતાવવામાં આવ્યાં છે. મેક્ષમા'ના ઇચ્છુક આત્માએ આરાધના માટેના આ ગ્ર ંથ અવશ્ય અવગાહન કરવા જેવા છે.
૩૧
તામિલ જૈતકૃતિ : નાલડિયાર :
શ્રી નેમચંદ ગાલાએ આ વિષય પર ખેલતાં જણાવ્યું હતું કે નાટડિયાર તામિલ ભાષાના પ્રાચીન મહાન જૈન ગ્રંથ છે. તેની રચનાના પ્રતિહાસ એવા છે કે પૂર્વે તામિલ દેશમાં પડેલા દુષ્કાળને કારણે મદુરાઈના પાંડય રાજા ઉગ્ર પેરુવલુડિ પાસે પાસે આઠ હજાર મુનિએ આશરો લેવા આવ્યા. રાજાએ તેમને સારી રીતે રાખ્યા. ખીજા વર્ષે દેશમાં સુકાળ થવાથી તે મુનિએએ ત્યાંથી વિહાર કરવાનું વિચાયુ.... પરંતુ રાજા રજા નહી. આપે તેવું જણાતાં ગુપ્ત રીતે ત્યાંથી ચાલ્યા જવાના નિ`ય લીધા અને રાજાના ઉપકારના બદલે વાળવા દરેક મુનિએ ચારેક લીટીનુ એક એક પદ લખીને જવું તેમ નક્કી કર્યુ. આમ આઠ હજાર પદ લખાયાં. રાજાને એ પછી જાણ થઈ કે સાધુ જતા રહ્યા છે ત્યારે
ક્રોધાવેશમાં તે માટે હજાર પદ્મપત્રોને તેમણે નદીમાં
પધરાવી દીધાં. પાછળથી પસ્તાવા થતાં એણે ઘણી તપાસ કરતાં તેમાંથી ૪૦૦ પદ્મપત્રો મળી આવ્યા. તે પરથી તે રાજાએ આ બાલડિયાર' નામને અદ્ભુત ગ્રંથ રચ્યા છે. જ્ઞાનસારના સાર :
શ્રી જયેન્દ્ર એમ. શાહે આ વિષય પર ખેલતાં જણાવ્યુ હતુ. કે ઉપાધ્યાય યાવિજયજીની સંસ્કૃત ભાષામાં રચાયેલી આ ઉત્તમ કૃતિ છે. યાગવિષયક બધા જ પ્રથાના વાંચન, મનન અને અનુભાવનના સાર એટલે જ્ઞાનસાર. જ્ઞાનસારમાં અધ્યાત્મ વિષયક ઢર અષ્ટકા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International