________________
જન સાહિત્ય સમારોહ-મુછ ૩
એમાં પૂર્ણતા, મગ્નતા, સ્થિરતા, જ્ઞાન, ક્રિયા, ત્યાગ, મૌન, વિવેક, તપ, ધ્યાન, યોગ ઇત્યાદિ વિષયો પરનાં અષ્ટકમાં મૌલિક, ગહન તત્વચિંતન રહેલું છે. આ દરેક અષ્ટક ઉપર એક એક ગ્રંથનું સજન થઈ શકે તેવી અર્થ સઘન આ કૃતિ છે. જૈન ધર્મ અને પ્રચારમાધ્યમના પ્રશ્નો :
આ વિષય પર પિતાનું વક્તવ્ય રજૂ કરતાં પ્રા. ગુલાબ દેઢિયાએ જણાવ્યું હતું કે આજને સમય પ્રચારનાં માધ્યમોનો છે. જૈન ધર્મના પ્રસાર માટે મોટે ભાગે હજુ વ્યાખ્યાને અને ગ્રથને જ આધાર લેવાય છે. વર્તમાન સમયમાં દૂરદર્શન, વિડીયો જેવાં પ્રચાર માધ્યમે વધુ સબળ બન્યાં છે. જૈન ધર્મને મને વિજ્ઞાન, આરોગ્યવિજ્ઞાન, સાહિત્ય, સંગીત, કલાઓ વગેરે સાથે સરખાવીને આવા માધ્યમ દ્વારા રજૂ કરવામાં આવે તે બાળક અને યુવાનોને જરૂર રસ પડે. જેનશાસ્ત્રો :
શ્રી દિનેશભાઈ જેઠાલાલ ખીમસીયાએ આ વિષય પર બોલતાં જણવ્યું હતું કે જૈન ધર્મના સિદ્ધાંતો ભગવાન મહાવીરે પ્રરૂપેલા અને ગણધર ભગવતેએ ગૂંથેલા આગમોમાં સંગ્રહાયેલા છે. સંસ્કૃત, અપભ્રંશ, ગુજરાત, રાજસ્થાની, કન્નડ, તામિલ અને હિન્દી ભાષાઓમાં વિપુલ પ્રમાણમાં જૈન સાહિત્ય રચાયું છે. ' ઉપાધ્યાય યશોવિજયજીનું જીવનકવન :
પ્રા. જયંતીલાલ એમ. શાહે આ વિષય પર બેલતાં જણાવ્યું હતું કે આજથી ત્રણ વર્ષ પહેલાં થયેલાં આ સમર્થ જૈન સર્જક તેમની અદ્દભુત રચનાઓ દ્વારા આજે પણું સૌના હૃદયમાં બિરાજમાન રહ્યા છે. સાહિત્યનું કઈ ક્ષેત્ર એવું નહિ હોય કે જેનું ખેડાણ ઉપાધ્યાયજી મહારાજે નહિ કર્યું હોય. એક પ્રકાંડ વિદ્વાન તરીકે તેમની યશોગાથા આજે પણ દિગંતમાં પ્રસરેલી જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org