________________
જેને સાહિત્ય સમારોહ-ગુચ્છ કે
નારી-કુલવધૂ-લજજા વિનાની હોય તે તેનું શીલ) નાશ પામે છે. ત્યારે વેશ્યા લજજાવાન હોય તે તે નાશ પામે છે (ધંધે ન કરી શકે). એમ પણ ઉક્તિ છે કે, “યુવતી પહેલા શરમાય છે પછી ભરમાય છે ને અંતે કરમાય છે.'—આમાં પણ નારી-શ્રાવિકા–માટે લજાની લક્ષ્મણરેખાનું–મહત્વ સૂચિત થાય છે. " લજજા એ જેમ શ્રાવકજીવનની લક્ષ્મણરેખા છે તેથી ઊલટું નિર્લજજાપણું–નફટાઈ એ વ્યક્તિને નિરંતર દુરાચારમાં રમમાણ રાખનાર અવગુણ છે. *
“નફટાઈને ક્યારેક Open hearted કે સરળતાના ગુણ તરીકે ગણવવાની કુચેષ્ટા પણ થતી હોય છે. વિદેશ જઈ આવનાર કેટલાક મુલાકાતી કહેતા હોય છે કે ત્યાંના લેકે Open hearted હોય છે; જેવી હોય તેવી પોતાની જાત ખૂલ્લી કરે...દા. ત. અમેરિકામાં એક દીકરી પિતાના પંચોતેર વર્ષની વિધવા માતાને પત્ર લખે છે. કે, “મારી પડોશમાં રહેતા ખ્યાશીના સંગ્રહસ્થ વિધુર થયા છે, ઘણું મિલક્તવાળા છે; તારે તેમની સાથે જીવન જેવું હોય તો હું મહેનત કરું.' માજી પ્રત્યુત્તરમાં લખે છે, “એ તે બહુ વૃદ્ધ કહેવાય. મારે હમણું નથી ગોઠવાવું. હમણું એક પાદરી સાથે મારે લવ ચાલે છે ! વગેરે.'
આવું ભારતનું એક ઉદાહરણ : એક રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ, સંતાન સહિતની પિતાની પત્ની હોવા છતાં, પિતાની મધ્યમવયે બીજી યુવતી સાથે જાહેર રીતે ઘર માંડયું અને ગૌરવ લેતા હેય તેમ એવું નિવેદન બહાર પાડયું કે મોટાં કહેવાતાં ઘણુના જીવનમાં આમ જ હોય છે. પરંતુ તે ખાનગી રાખે છે; હું સરળ છું, Open hearted છું એટલે આમ કરું છું-વગેરે.
ઉપરની બંને ઘટના નફટાઈની ગણાય કે open hearted ન્સરળ હૃદયના પ્રસંગ ગણાય? એ નક્કી કરતાં પૂર્વે ગુણ-અવગુણનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org