________________
તમિળનાં સંત કવયિત્રી અવદ્યાર
૨૧૭
લોકોની ઠેકડીને ભોગ બનવા માટે જ દુઃખીયારી માતાએ આવા કંગાળ દિકરાને જન્મ આપે હશે! એ મૂરખને ફટકાર મારા સંતાન ! એને સારી પેઠે હટકારો. અભ્યાસ, આયાસ, ચિંતન વિષે અવ્વઈયાર કહે છે : ચિત્રકળા આંગળીઓના આયાસ-અભ્યાસથી
સિદ્ધ થાય છે. સુદઢ અને સુરમ્ય તમિળ ભાષા,
વાણીની તાલીમથી સિદ્ધ થાય છે. મનના સતત નિષ્ઠાવંત ખેડાણથી,
મનને કેળવવાથી
વિદ્યા-જ્ઞાન સંપન્ન થાય છે. સુધઠ અને આકર્ષક રીતભાત
રોજબરોજના મહાવરાથી પમાય છે. પણું પ્રેમ, કરુણા, પરગજુપણું, આ ગુણે
માનવીમાં જન્મસિદ્ધ હોય છે. આ બધું લઈને જ માનવી અવતરે છે. જ્ઞાનને ગર્વ ન કરવાની ચેતવણી આપતાં સંત કહે છે: ચકલીને માળ જુઓ; વૃક્ષમાંથી ઝરતા નિષ્પ
અંદર પદાર્થને જુઓ. સફેદ કીકીઓની આશ્ચર્યજનક કરામતને જુઓ. મધમાખીઓના મધપુડો જુઓ,
નાનકડા કરોળિયાનું નાજુક જાળું જુઓ. કોઈ કાળા માથાને મત્ય માનવી
એનું અનુકરણ કરી ન શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org