________________
જૈન સાહિત્ય સમારે-ગુચ્છ ૩
કમના ઉદય પ્રમાણે તે તેમના શરીર ઉપર જોવા મળે છે. લાંછન પ્રતીકરૂપ છે અને તેના વિશિષ્ટ ગુણે તીર્થકરના જીવનમાં જોવા મળે છે. વર્તમાન ચોવીસીમાં કોઈ પણ એક લાંછન બે તીર્થકરોમાં જોવા મળતું નથી. પરંતુ વીસ વિહરમાન જિનેશ્વરમાં બળદ, હાથી, ચંદ્ર, સૂર્ય, કમળ વગેરે લાંછનો એક કરતાં વધારે તીર્થકરમાં જોવા મળે છે. તમિળ જન મહાકાવ્ય શિરપાધિકારમ: - આ વિષય પર બોલતાં શ્રી નેમચંદ ગાલાએ જણાવ્યું હતું કે શિલ્પાધિકારમ એ પ્રાચીન તમિળ સંસ્કૃતિનું મહાકાવ્ય છે. તમિળ દેશની મૂળ સંસ્કૃતિ એટલે દ્રવિડ સંસ્કૃતિ. આ મહાકાવ્યના રચયિતા કવિ ઈલગ જેન હતા. અને ચેરા ગામના રાજકુમાર હતા. સંસારની અસારતા જોઈને તેમણે જૈન દિક્ષા ગ્રહણ કરી હતી. તેમણે રચેલા શિલ્પાધિકારમ મહાકાવ્યમાં કનગી નામની પ્રતિભાશાળી સતિ સ્ત્રીની કથા વણી લેવામાં આવી છે. કન્નગીના લગ્ન કવાલ નામની વ્યક્તિ સાથે થયા હતાં. લગ્ન પછી કન્નગીના પતિને માધવી નામની નર્તકી સાથે પ્રેમ થયો હતો અને કનગી એ પછી તેના પતિ તરફથી સતત ઉપેક્ષા પામવા લાગી. અને આમ એક આયનારી પિતાના સંસારરથને ગતિશીલ રાખવા કેવી રીતે મળે છે તેનું સુભગ દશન આ મહાકાવ્ય કરાવે છે. લેકાયત અને જન મત:
ઉપરોક્ત વિષય પર બોલતાં શ્રી ગોવિંદજી જીવરાજ લોડાયાએ કહ્યું હતું કે ભારતીય દર્શનના ઇતિહાસમાં કામત ૫ણ એક પ્રાચીન મત તરીકે સ્વીકારવાનું આચાર્ય હરિભદ્રસૂરિના વિવરણથી સૂચિત થાય છે. અને તે સંબંધી માહિતી બહુધા અન્ય મત દ્વારા જ મળતી રહી છે. જડવાદી વિચારધારાને દર્શનમાં સમાવિષ્ટ કરવાની આ ચેષ્ટા દાર્શનિક પરંપરામાં અવનવી ગાણ સકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org