________________
આઠમે જૈન સાહિત્ય સમારોહ
તેમણે લેકાયતની વ્યાખ્યા, તેનું દાર્શનિક સ્થાન અને મહત્ત્વ તેમજ જૈન મત દ્વારા તેનું સ્પષ્ટીકરણ અને તેને સ્પર્શતી બાબતો ઉપર રસપ્રદ ચર્ચા કરી હતી. કેવળજ્ઞાન : | શ્રી ઉષાબહેન મહેતાએ આ વિષય પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે કેવળ એટલે માત્ર ફક્ત એક જ, એટલે અજ્ઞાનને સર્વથા અભાવ એનું નામ કેવળજ્ઞાન. કેવળજ્ઞાનની વ્યાખ્યા જૈન શાસ્ત્રોમાં આ પ્રમાણે કરેલ છે–લેકાલેકની અંદર રહેલા રૂપી–અરૂપી સર્વ દ્રવ્યોને તથા તેના અતીત, અનાગત અને વર્તમાનકાળના સર્વ પર્યાયોને એક સાથે એક સમયે જાણે તેને કેવળજ્ઞાન કહેવાય છે. કેવળજ્ઞાન પરક્ષેત્રે પ્રકાશક જ્ઞાનમય છે અને સ્વક્ષેત્રે આનંદવેદન છે. કેવળજ્ઞાનમાં સર્વ જ્ઞાનવરણીય કર્મને ક્ષય થવાથી અનંત જ્ઞાનને પ્રકાશ થાય છે. જેન તત્ત્વજ્ઞાન:
આ વિષય પર બોલતાં શ્રી દિનેશભાઈ જેઠાલાલ ખીમસિયાએ જણાવ્યું હતું કે જીવનનું ધ્યેય મોક્ષ છે. મોક્ષ પ્રાપ્તિનું સાધન ધર્મ છે. સમ્યમ્ દશન, જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયી મોક્ષમાર્ગ છે. પ્રથમ, સંવેદ, નિવેદ, અનુકંપા અને આસ્તિય એ સમ્યકત્વની ઓળખ છે. છવ, અજીવ, બંધ, આશ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ એ તવોની ઓળખ અનિવાર્ય છે. જે ચાર નિક્ષેપની પદ્ધતિથી કરી શકાય છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપ છે. મતિ, શ્રુત, અવધિ, મન પર્યવ અને કેવળ એ જ્ઞાનના પાંચ પ્રકાર છે. નયવાદ, અનેકાંતવાદ અને સ્વાદાદના સિદ્ધાંતો જેનું વિશિષ્ટ યોગદાન છે. નયના મુખ્ય બે પ્રકારે અને સાત ભેદે છે. ધર્મ, અધમ, આકાશ અને પુગળ એ ચાર અજીવ અસ્તિકા છે. પાંચમું છવદ્રવ્ય છે. સમયને દ્રવ્ય ગણુએ તે એ છઠું દ્રવ્ય છે. આત્મા, શરીર, એગ તથા કર્મ બાબત પણ જેન તત્ત્વજ્ઞાન વિશિષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org