________________
આઠમો જેને સાહિત્ય સમારોહ
મુલતાન હતું પણ વીર અજુનથી પરાજિત થઈને સુશર્મચંદ્ર કાંગડાનગરકેટ યા સુશર્મપુર વસાવ્યું હતું.
દર્શન, જ્ઞાન ઓર ચારિત્રકે સમ્યકત્વ ઔર મિથ્યાત્વક, કસૌટી : ડો. સાગરમલ જેને ઉપરોક્ત વિષય પર બેલતાં જણાવ્યું હતું કે જૈન પરંપરામાં સમન્ દર્શન, જ્ઞાન અને ચારિત્રને મોક્ષ માગરૂપ માનવામાં આવ્યા છે. પણ પ્રશ્ન એ થાય છે કે આપણે કોને સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચરિત્ર કહીએ ? દર્શન શબ્દને આજે આપણે જે અર્થ કરી રહ્યા છીએ તે મૂળ અર્થ નથી પરંતુ પ્રાચીન દર્શન શબ્દનો અર્થ પિતાની જાતને જોવી એ થાય છે. મતલબ દર્શન શબ્દનો મૂળ અર્થ આત્મદષ્ટા થવું એ છે. આપણું દૃષ્ટિ રાગ-દ્વેષ રહિત હોવી જોઈએ. તે જ સમ્યમ્ જ્ઞાનની પ્રાપ્તિ શક્ય છે. જીવનમાં સ્વનું અધ્યયન–આચરણ અને બીજાને જરા પણ પીડા ન પહોંચે તેની કાળજી આમાને ઉર્વગતિ તરફ લઈ જઈ શકે. સમ્યગૂ ચારિત્રની પ્રાપ્તિ એથી સહજ બની શકે.
લાંછન : ડૉ. રમણલાલ ચી. શાહે લાંછન “સ્વાધ્યાય અને “સાગર શેઠ ચોપાઈ' એ ત્રણ વિષય પર સમારોહ માટે તૈયાર કરેલા નિબંધમાંથી “લાંછન' વિષય પર નિબંધ રજૂ કર્યો હતે. તેમણે જણાવ્યું હતું કે લાંછન શબ્દ સંસ્કૃત ભાષાને છે. ચિહ્ન અથવા વિશિષ્ટ લક્ષણ એ તેને અર્થ થાય છે. જેમાં લાંછન શબ્દ વિશેષપણે વપરાય છે. દરેક માણસને શરીરમાં એની પિતાની કહી શકાય એવી કોઈક લાક્ષણિક્તા જોવા મળે છે. આવી લાક્ષણિકતા તેમાં ઉત્તમ સ્વરૂપમાં તીકરાના શરીરમાં જોવા મળે છે. વર્તમાન ચોવીશીના વીશે તીર્થકર અને વીસ વિહરમાન જિનેશ્વરના લાંછને સુપ્રસિદ્ધ છે. આવશ્યક નિયુક્તિમાં જણાવ્યા પ્રમાણે લૉન એ તીર્થકરોના જમણું અંગ ઉપર જોવા મળતું વિશિષ્ટ ચિહ્ન છે. સિંહ, હાથી, બળદ, હરણ ઘડે, શેખ સાથિયે વગેરે લાંછન મંગલમય ગણાય છે અને તીર્થકરોના નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org