________________
૧૮૦.
જેન સાહિત્ય સમારોહ–ગુણ ૩.
દંશ દીધે. ત્યારે અંગુઠામાંથી લેહીને બદલે દૂધની ધારા વહી. આ દૂધ તે ભગવાન મહાવીરની વિશ્વવત્સલતાનું પ્રતીક છે.
(૧૨) દેવવિમાન વિમાનવાસી દેવે પણ જેની સેવા કરે એવા અલૌકિક પુત્રની ત્રિશલામાતાએ ઇચ્છા કરી હતી. ભગવાન મહાવીરના જીવનના દરેક પ્રસંગે ઈંદ્રાદિએ મોટી સંખ્યામાં હાજર રહી તેમની સેવા કરી છે. તેઓ કેવળજ્ઞાન પામ્યા પછી દેવેએ સમવસરણની રચના કરી છે.
(૧૩) રતનપુંજ : રત્ન એ ગુણનું પ્રતીક છે. અનેક રત્નના સમૂહ સરખા લોકોત્તર ગુણનાં ભંડાર જેવા પુત્રની ભાવના ત્રિશલા માતાએ સેવી હતી.
(૧૪) નિધૂમ અગ્નિ : માતાએ મુખમાં નિધૂમ અગ્નિને પ્રવેશ કરતો દીઠે. અહીં નિધૂમ શબ્દ મહત્વને છે. ધુમાડો એટલે મલિનતા, અસ્પષ્ટતા, અશુદ્ધિ, ધૂંધળાપણું ઇત્યાદિ. અગ્નિ અશુદ્ધિને બાળી નાખે છે. જ્ઞાનરૂપી અગ્નિ કર્મરૂપી કચરાને બાળે છે. નિર્દુમઅગ્નિ એ સંપૂર્ણ, સર્વોત્તમ, અનંત અનાવરણ કેવળજ્ઞાનનું સૂચન કરે છે.
આમ, ત્રિશાલા માતાને આવેલું એકેએક સ્વપ્ન રહસ્ય અને તરવથી ભરેલું છે. ચૌદ સ્વને સળંગ અનુક્રમે આવે છે તેનું મહત્ત્વ કેટલું બધું હોય તે એના ઉપરથી સમજી શકાય છે. મનુષ્ય જીવનની સર્વોચ્ચતા તીર્થંકર પદમાં રહી છે તે આ સ્વપ્ન ઉપરથી પણ પ્રતીત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org