________________
ત્રિશલા માતાનાં સ્વપ્ન
પ્રતીક છે. ઇન્દ્રધ્વજ એ દેવાનો રચના છે. તીથ``કરના સમવસરમાં ચારે દિશાના દિગતસ્થાપી ઇન્દ્રધ્વજ દેવા લહેરાવે છે. ઇન્દ્રધ્વજ એ ધના વિજય સૂચવે છે.
(૯) જળપુર્ણ કળશ : કળશ એ ભારતીય સંસ્કૃતિનું શાંતિ, શક્તિ, સભરતા અને જીવન્તતાનું મંગળ અને ધ્યેય પ્રતીક છે. શુભ અને ધાર્મિક પ્રસંગે તેની સ્થાપના કરવામાં આવે છે. જળ એટલે જીવન અને જળ એટલે શક્તિ. પૂ.કુંભ એટલે જરાપણુ અપૂર્ણતા વિનાનું જીવન. ત્રિશલા માતાએ સમથ, ક્ષતિરહિત, વિશિષ્ટ અને વિરલ શક્તિવાળા પૂર્ણ પુરુષ-પુરુષાત્તમ બને તેવા પુત્ર
યેા હતેા. દરેક તીર્થંકરના જીવનમાં ચેાત્રીસ પ્રકારના અતિયે પ્રગટ થાય છે. આ અતિશયે એટલે અસાધારણુ ગુણુ કે શક્તિની પરાકાષ્ઠા અને આ અતિશયેા જીવનની પૂતાના સૂચક છે.
૧૭૯
(૧૦) પદ્મસરાવર–સરાવરના પાણીથી શરીર અને મન શુદ્ધ અને શાંત બને છે. પદ્મ એટલે કમળ. એ સુંદરતાનુ', સુવાસનું અને નિલે પતાનું પ્રતીક છે. તેના પર લક્ષ્મીના વાસ છે. તીથંકર ભગવાનનું ચારિત્ર્ય કમળ જેવુ... સાત્ત્વિક કષાયેાથી અને વાસનાએથી રહિત અને સંસારમળથી અલિપ્ત હેાય છે. રાગદ્વેષથી રહિત તેમના હુકમળમાં કૈવલ્યરૂપી લક્ષ્મીને વાસ હાય છે તેમના પ્રભાવથી અનેક શ્રદ્ધાળુ ભક્તો તેમના તરફ આકર્ષાય છે.
(૧૧) ક્ષીરસમુદ્ર : સમુદ્ર તરવા માટે અતિ વિકટ, પણ તેના ઉપર નાનામાં નાની હોડી પણ હિલેાળા લઈ શકે.
સમુદ્ર ઉદારતાનું પ્રતીક છે. રત્નાકર સમુદ્રની જેમ તીય કર ભગવાનનું જીવન ગુણરૂપી રત્નાકર જેવું છે. ક્ષર એટલે દૂધ તે ઉજજ્વળતા, પવિત્રતા અને વાત્સલ્યનું સૂચક છે. ભગવાન મહાવીરે સજીવા પ્રત્યે વાત્સલ્યભાવ વહાવ્યા હતા. ચકૌશિક જેવા કાતિલ વિષધરને પણ પ્રતે બેધ પમાડયા. ચ‘કૌશિકે તેમના પગના અંગુ ઠે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org