________________
૧૪૮
-
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ કે
ઐતિહાસિક લેખે મુખ્યત્વે જૈન સાધન પર આધારિત છે પણ એમાંની ઇતિહાસસૃષ્ટિ તે વિશાળ છે. એટલે જ “ઈડરનો ઇતિહાસ” જેવો લેખ આપણને સાંપડે છે ખેડા, ઝીંઝુવાડા વગેરેના પિતાના જ્ઞાનપ્રવાસોને આલેખતા મોહનભાઈ ત્યાંના શિલાલેખોને અભ્યાસ રજૂ કરવા સાથે સ્થાનિક ઇતિહાસ-ભૂગોળની અન્ય માહિતી પણ મેળવીને મૂકે જ છે. કાયસ્થ જાતિને ટૂંક ઈતિહાસ' જે લેખ પણ મેહનભાઈને નામે ચડે છે એ એમની વિશાળ ઈતિહાસ દષ્ટિ બતાવે છે.
મેહનભાઈને ચરિત્ર ભક લેખ પણ એમની ઇતિહાસદૃષ્ટિની નીપજ સમા છે. એ લેખો પ્રાચીન–અર્વાચીન સાધુવર તથા જૈન શ્રેષ્ઠીઓ વિશેના છે. એ લેખે કેટલીક વાર સંશોધનાત્મક હોય છે. તે કેટલીક વાર મહાવીરસવામી વિશેના લેખમાં બન્યું છે તેમ પિતાની સાથે વિશાળ ઈતિહાસને ખેંચી લાવે છે.
સમયસુંદર, ઋષભદાસ વગેરે વિશેના લેખો તે-તે સાધુકવિના વિશાળ સાહિત્યસર્જનનો પરિચય કરાવતા હેઈ માત્ર ચરિત્રાત્મક લેખ બની ન રહેતા સાહિત્યિક અભ્યાસલેખ બની રહે છે. આ ઉપરાંત પ્રાચીન કૃતિઓ વિરોના ધણ લે છે. એમાં સંસ્કૃત, અપભ્રંશ ભાષાની કૃતિઓને પણ સમાવેશ છે તથા “શુકસપ્તતિ” જેવી જેનેતર પરંપરામાં મળતી થાકૃતિ તથા “વરપરાજય” જેવા વૈદકગ્રંથને પણ સમાવેશ છે એ હકીકત નેધપાત્ર છે. મોહનભાઈના સાહિત્યિક લેખ સમીક્ષાત્મક હેતા નથી – મોહનભાઈની એ પ્રતિભા નથી – વધારે તો એ માહિતીની કક્ષાએ રહે છે, પણ કૃતિઓના આસ્વાદ્ય અંશે કેટલીક વાર એ તારવી આપે છે કે ચીધે છે એમાં એમની રસદષ્ટિનાં ઈંગિતો આપણને મળે છે, તે મધ્યકાલીન સાહિત્યમાં જીવનને ઉલાસ નથી એ મુનશીના મતને પડકારતે “પ્રાચીન જૈન સાહિત્યમાં જીવનને ઉલ્લાસ” જેવો લેખ મોહનભાઈની સાહિત્યિક અવલોકનની સૂઝને આપણને પરિચય કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org