________________
સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યાય
૧૪૭
જેને રાસમાળા'ની પુરવણી છે. એમાં કક્કાવારીમાં કૃતિયાદી છે ને સાથે પ્રત જ્યાં પ્રાપ્ત છે એ ભંડારને પણ નિર્દેશ છે.
મોહનભાઈનું ઘણું સાહિત્ય હજુ સામયિકે અને અન્ય સંગ્રાનહાત્મક ગ્રંથોમાં દટાયેલું પડ્યું છે. બે-ત્રણ હજાર પાનાંથી ઓછું નહીં હોય એવો અંદાજ છે. મેહનભાઈને અગ્રંથસ્થ સાહિત્યની સૂચિ તૈયાર કરવામાં આવી છે જે આ ગ્રંથમાં હવે પછી આપો છે), પણ હજુ એમનાં કેટલાંક લખાણ નજર બહાર રહ્યાં હોય એ પાક વહેમ છે, કેમકે મેહનભાઈનાં લખાણે સામયિકે અને અન્ય સંગ્રહાત્મક ગ્રંથમાં સતત જતાં રહ્યાં છે, તેમજ મોહનભાઈનાં લખાણો અન્યત્ર છપાયાં હેવાને સંભવ જણાય એવા ઉલલેખે સતત સાપડતાં રહ્યાં.
મોહનભાઈનાં અંગ્રસ્થ લખાણોની યાદી પર નજર ફેરવીએ તોપણ એમની વ્યાપક ફલકની અવિરત સાહિત્યસેવાની ગાઢ પ્રતીતિ થયા વિના રહેતી નથી. તરવવિચાર, ઈતિહાસ, સાહિત્ય – એ ત્રણે ક્ષેત્રોમાં મોહનભાઈની લેખિની નિર્વિકને ઘૂમતી દેખાય છે અને એમની શેધદષ્ટિ નવનવીન અણુજાણ પ્રદેશે આપણુ સમક્ષ ખુલ્લાં કરે છે. વિચારાત્મક લેખમાં સ્વાભાવિક રીતે જ જૈન તત્વવિચારના લેઓને સમાવેશ છે, પણ “દીક્ષામીમાંસા' જેવો સુદીર્ઘ લેખ ગ્રામ, ઈતિહાસ, ભાવના અને વ્યવહાર એ સર્વ ભૂમિકાઓને સ્પર્શતી વ્યાપ પ્રકારની તત્ત્વવિચારણા રજૂ કરે છે, તે જૈન દષ્ટિએ મહાત્મા ગાંધી જે લેખ જૈન તત્વને ગાંધીજીની વ્યાપક ધર્મભાવના સાથે જોગવવાના વિશિષ્ટ પ્રયાસરૂપ છે. “સ્વામી શ્રી વિવેકાનંદના પ્રેરણાપ્રદ વિચારો અને “મહાત્મા ગાંધીજી – કેટલાક ધાર્મિક વિચારો' આપણને સીધી રીતે જૈનેતર વિચારસૃષ્ટિમાં લઈ જાય છે તે “આત્મઘાત – એક બહેન પ્રત્યે પત્ર’ એ લેખ બિનસાંપ્રદાયિક જીવનવિચારને એક નમૂને બની રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org