________________
સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યકાર્ય
૧૩૭
માટે એનું સંપાદન કરી આપવાની મેહનભાઈ પાસે માગણી કરી અને કૃતિમાં નિરૂપાયેલ વિષયને મોહનભાઈને ઊંડે અભ્યાસ હાઈ એને લગતી વિસ્તૃત પ્રસ્તાવના અંગ્રેજીમાં તેઓ જોડે એવું પણ સૂચન કર્યું. મેહનભ ઈ ને ઉત્સાહથી અને નિઃસ્વાર્થભાવે આ કામ કરી આપ્યું.
ભાનુચંદ્ર અને સિદ્ધિચન્દ્ર મોગલ શહેનશાહ જહાંગીરના સંસર્ગમાં આવ્યા હતા અને એના દરબારમાં સ્થાન પામ્યા હતા એટલે આ કૃતિનું, સાધુચરિત તરીકે મહત્ત્વ છે. તે ઉપરાંત, ઈતિહાસદૃષ્ટિએ પણ મહત્ત્વ ગણાય. આ કૃતિની શ્રધેય વાચના આપવા સાથે મેહનભાઈએ એમાંના વિષયને અને એને સંબંધિત અનેક બાબતોને કે સઘન અભ્યાસ અહીં રજૂ કર્યો છે એ એમની ૭૫ પાનાંની પ્રસ્તાવનાના મુદ્દાઓની અને જોડેલાં પરિશિષ્ટોની નોંધપાત્ર લેવાથી આવી જશેઃ ૧. અકબરના દરબારમાં જૈન મુનિઓ: ૨. જહાંગીરના દરબારમાં જૈન મુનિઓ: ૩. કૃતિને સાર; ૪. એના વિષયને લગતી અન્યત્રથી મળતી માહિતી; ૫. ભાનુચન્દ્રની શિષ્યપરંપરાને પરિચય; ૬. ભાનુચન્દ્રની કૃતિઓને ટૂંક પરિચય; ૭. સિદ્ધિચન્દ્રની કૃતિઓને ટૂંક પરિચય; ૭. સિદ્ધિચન્દ્રની કૃતિઓને ટૂંક પરિચય; ૮. ભાનુચન્દ્રકૃત કૃતિઓની પ્રશસ્તિ વગેરે (સૂર્યસહસ્ત્ર નામ સ્તોત્ર આખું આપ્યું છે; ૮. સિદ્ધિચન્દ્રકૃત કૃતિઓની પ્રશસ્તિ વગેરે સિદ્ધિચંદ્રનાં કેટલાંક સુભાષિતો “ક્તિરત્નાકર’માં મળે છે તો એ આખા ગ્રંથનાં સુભાષિતેની વિષયવાર યાદી, કર્તાનામ સાથે, આપી છે); ૧૦. અકબર અને જહાંગીરનાં શાહી ફરમાનેને અંગ્રેજી અનુવાદ. મોહનભાઈની શાસ્ત્રબુદ્ધિ ક્યાં સુધી પહોંચે છે એને ખ્યાલ એમણે પ્રસ્તાવનામાં સમાયેલાં નામાદિની અને કૃતિ તથા પરિશિષ્ટમાં સમાયેલાં નામાદિની અલગ સૂચિઓ આપી છે તે પરથી આવશે.
મોહનભાઈનું બીજુ મહત્વનું સંપાદન “જૈન ઐતિહાસિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org