________________
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ,
મેહનભાઈના આ ગ્રંથમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી ભાષાના સાહિત્યની નેંધ છે. હિંદી કૃતિઓ જૂજ હોવાથી એની નોંધ પણ આવવા દીધી છે. ગુજરાતી કાવ્યસાહિત્ય પર મોહનભાઈને “જૈન ગૂર્જર કવિઓને હવાલે આપી કેવલ કવિના યાદીથી સંતોષ માનવો પડયો છે.
મોહનભાઈની એક મહત્વની સાહિત્યસેવા તે પ્રાચીન સાહિત્ય કૃતિઓના સંપાદનની છે. પિતાની પુસ્તિકા “જૈન સાહિત્ય અને શ્રીમંતનું કર્તવ્ય” એ પુસ્તિકામાં પ્રાચીન ગ્રંથોના પ્રકાશનની અગત્ય મેહનભાઈએ ભારપૂર્વક બતાવી હતી. પછી તો પ્રાચીન જૈન સાહિત્યની શોધ, નોંધ, અભ્યાસ અને પ્રકાશન એમનું જીવનકાય બની ગયું. “સુજસવેલી ભાસ” એ કૃતિ અખંડ રૂપે મળી આવતાં મેહનભાઈને થયેલા અતિ ઉલ્લાસની વાત સુખલાલજીએ નોંધી છે તે આ કામને એમને રસ કેટલે ઉત્કટ હતો ને એમાં એ કેટલા ખૂપી ગયેલા તે બતાવે છે. અનેક કૃતિઓ એમણે ઉતારી લીધેલી તેમાંથી કેટલીક ગ્રંથ રૂપે પ્રગટ થઈ છે, કેટલીક સામયિકોમાં દટાયેલી પડી છે ને ઘણી તે અજ્ઞાતવાસમાં ચાલી ગઈ જણાય છે.
મોહનભાઈને સૌથી વધુ ગૌરવ આપે એવું સંપાદન તે સિદ્ધિચન્દ્ર ઉપાધ્યાય-વિરચિત “ભાનુચન્દ્રગણિચરિત' (સંસ્કૃત)નું ગણાય. કેમકે એનું પ્રકાશન અત્યંત પ્રતિષ્ઠિત સિંધી જૈન ગ્રન્થમાલામાં થયું છે. પંડિત સુખલાલજી મોહનભાઈના આ એક જ સંપાદનને યાદ કરે છે, અને વિશિષ્ટ સંપાદન ગણાવે છે અને એ “કોઈ પણ સ્કલરનું ધ્યાન ખેંચ્યા વિના રહે તેમ નથી” એમ જણાવે છે. - આ કૃતિની હસ્તપ્રત મોહનભાઈને અગરચંદ નાહટા પાસેથી પૂવે મળેલી અને પિતાના રસથી જ એમણે એને ઉતારી લીધેલી. મુનિ જિનવિજયજીએ એ કૃતિનું મહત્વ સમજી સિંધી જેન ગ્રંથમાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org