________________
સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈનું સાહિત્યકાય
૧૩૧
જૈન ગૂર્જર કવિઓ' જૈન સાહિત્યની વિપુલતા અને વિવિધ તાનું રોમાંચક દર્શન આપણને કરાવે છે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેનેનું અર્પણ કેટલું મોટું અને મૂલ્યવાન છે તે સ્થાપી આપે છે. આ ઉપરાંત, એ ગ્રંથશ્રેણીએ મધ્યકાળના સાત વરસના સાહિત્યિક-સામાજિક ઈતિહાસની ગંજાવર સામગ્રી પિતામાં સંધરેલી છે –એવી ગંજાવર કે બીજી સંશોધિત આવૃતિમાં આ સામગ્રીની વર્ણનુક્રમણીઓ ને સાલવારી અનુક્રમણિકાને ૮૫૦ પાનાં સુધી વિસ્તરત ગ્રંથ થયો !
મોહનભાઈ માત્ર જૈન સાહિત્યસૂચિ આપીને અટક્યા નથી; એમણે જૈન ભંડારોમાં પ્રાપ્ત થયેલી જૈનેતર કૃતિઓની નોંધ પણ આપી છે. ઉપરાંત, એમણે કેટલીક પૂરક સામગ્રી પણ જેડી છે – જૂની ગુજરાતી ભાષાને ઇતિહાસ (વસ્તુતઃ અપભ્રંશને ઈતિહાસ), જૈન કથાનામકોશ, જેન ગચ્છોની ગુરુપદાવલીઓ, રાજાવલી, દેશીઓની સૂચિ વગેરે. શતકવાર કવિઓની કાવ્યપ્રસાદી આપવાની ઈચ્છા હતી (એ તૈયાર પણ થઈ હતી એમ જણાય છે) એ તે વપૂરી જ રહી. બીજી પણ ઈચ્છાઓ એમના મનમાં ઊગી હશે જ. પણ ત્રીજો ભાગ તે એમની લથડતી તબિયતે પૂરો થયે જણાય છે. એટલે ઘણું મનનું મનમાં રહ્યું હશે.
પંડિત સુખલાલજીનું ધારવું સાચું જણાય છે કે “તેમની તબિયત ઉપર જીવલેણ ફટકા મારનાર કૃતિ એ તે જૈન ગુર્જર કવિઓ' છે.” નાગકુમાર મકાતી પણ સેંધે છે કે “શ્રી મોહનલાલ દેસાઈએ પિતાની તબિયતની પણ પરવા કર્યા વિના એકલે હાથે આ ગ્રંથ માટે જે અમૂલ્ય સામગ્રી એકત્ર કરી હતી અને તેની પાછળ લેહીનું પાણી કર્યું હતું તેને સામાન્ય માણસને એકદમ
ખ્યાલ આવવો મુશ્કેલ છે. પરંતુ વર્ષોની જહેમત, ઉજાગરા અને સતત અધ્યયનના પરિપાક રૂપે આ ગ્રંથ તૈયાર થયેલા છે. તૈયાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org