________________
સ્વ. મેહનલાલ દલીચંદ દેશાઈનું
સાહિત્યકાર્ય
D જયંત કોઠારી
વિદ્વાને તે ઘણું હોય છે, પરંતુ માણસ વિદ્વાન હોય તે સાથે કઈ જીવન ધ્યેયને વરેલે હેય, કર્મઠ હાય, ધન અને પ્રતિ બંને પર નિ:સ્પૃહ હોય, નિરભિમાની, નમ્ર અને જિજ્ઞાસુ હોય, ધર્મ અને નીતિ માગી હોય તથા દેશવત્સલ, સમાજસેવાભાવી અને મનુષ્ય પ્રેમી હોય એવું જવલ્લે જ બની આવતુ હોય છે જૈન ગુર્જર કવિઓ' અને જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ' જેવા આકર ગ્રંથ આપનાર સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈ આવા એક વિરલ વિદ્વાન પુરુષ હતા.
મોહનભાઈની સેવાનું મુખ્ય ક્ષેત્ર તે, અલબત્ત, સાહિત્ય જ છે. ગ્રેજ્યુએટ થતાંની સાથે છેક ૧૯૦૮માં એ “જૈન સાહિત્ય અને શ્રીમંતાનું કર્તવ્ય નામની લધુ પુસ્તિકા પ્રગટ કરે છે એ બતાવે છે કે જેને વિશે એમણે સૌ પ્રથમ વિચારવું શરૂ કર્યું તે સાહિત્યને વિષય જ છે. એ પુસ્તિકામાં એમણે જિનદેવની માત્ર મૂર્તિ પ્રતિમાના સેવનનાં જ નહીં, વાણું પ્રતિમાના સેવનનાં ૫ણું દળ બતાવ્યાં છે ને વાણપ્રતિમાનું માહાસ્ય કર્યું છે. સાહિત્યસેવાની લગની એમના મનમાં ઊગી રહી હતી એ પુસ્તિકામાં જૈન સાહિત્ય પર કરવાનાં કાર્યોનું એમણે દિગ્દર્શન કરાવ્યું છે એમાંથી ઘણાં એમણે જ પછીથી કરવામાં આવ્યાં: ‘જૈન ગૂર્જર કવિઓમાં જેને સાહિત્યની મહાભારત સૂચિ એમણે આપી, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ’ એ વીગતસભર સર્વગ્રાહી ઈતિહાસ એમણે રચ્યો, સિદ્ધિચન્દ્ર ઉપાધ્યાયરચિત ભાનુચન્દ્રગણિચરિત’ જેવી સંસ્કૃત અને અનેક મધ્યકાલીન ગુજરાતી જૈન કૃતિઓનાં સંપાદન કર્યા, અનેક જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org