________________
સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યકાર્ય
૧૨૧
કવિઓના પરિચ-અભ્યાસે રજૂ કર્યો અને જૈન ધર્મ-તત્ત્વજ્ઞાનના વિષયમાં પણ કામ કર્યું. ૧૯૦૮માં લખેલી પુસ્તિકા જાણે ૧૯૪૪ સુધી ચાલેલી એમની અવિરત સાહિત્યસાધનાનું પ્રાસ્તાવિક બની રહી.
મેહનભાઈનું સાહિત્યસર્જન વિપુલ છે. પણ એ ચોક્કસ પ્રકારનું, નિજી મુદ્રાવાળું છે. એમાંથી એમની કઈ જાતની સાહિત્યિક પ્રતિભા ઊપસે છે એ હવે જોઈએ.
પંડિત સુખલાલજી જેવા સ્નેહીઓ મોહનભાઈને ઘણું વાર કહેતા, “મોહનભાઈ. તમે બહુ મોટાં પોથાં પ્રગટ કરે છે અને ખૂબ લાંબું લખે છે. ત્યારે મેહનભાઈ ખડખડાટ હસીને નિખાલસતાપૂર્વક કહેતા, “તમારા જેવા કાંઈ અમે મૌલિક લેખક નથી.”
હા, મોહનભાઈ કેટલે અંશે મૌલિક લેખક છે, એમની મોલિકતા શામાં રહેલી છે એવો પ્રશ્ન જરૂર થઈ શકે. જેને સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ જેવો આકારગ્રંથ સંકલનને આશ્રય લે– હેમચંદ્રાચાર્ય કે યશોવિજયજીના મૂલ્યાંકનમાં અધિકારી વિદ્વાનનાં લાંબાં લાંબા ઉદ્ધરણોથી ચલાવે - તે એ સમજી શકાય; સંપાદક બધું સાહિત્ય વાંચી પિતાનાં જ મૂલ્યાંકને આપે એવી અપેક્ષા ન રાખી શકાય પરંતુ જૈન સંપ્રદાય અંગેની સામાન્ય ચર્ચા (જે ઈતિહાસનાં છેવટનાં પ્રકરણમાં સમાયેલી છે) અને વ્યાપા રસના અન્ય વિષયની ચર્ચા ( નિવેદનમાં સમાયેલી છે, બીજાઓના ટેકે ચાલે, એમાં પણ લાંબા અવતરણ અપાય ત્યારે લેખકની મૌલિકતા વિશે સંશય થાય. મને વહેમ છે કે ઉદધૃત તરીકે મુકાયેલા નથી તેવા ભાગોમાં પણ કેટલુંક અન્યત્રથી સંકલિત કરેલું કદાચ હોય
મોહનભાઈ જબરા સંકલનકાર હતા એમ જણાય છે. એમનું વાચન વિશાળ હતું, સ્મૃતિ સતેજ હતી ને એટલાં ને એવાં મોટાં કામ એ હાથ પર લેતા હતા કે સંકલનને સહારે લેવાનું એમને માટે સ્વાભાવિક બની જાય. પણ આ સંકલન પિતાના કયેયને વશ
માટે સ્વાભાલિ.૫૨ લેતા હતા જ કરી ને એટલા .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org