________________
દિવ્ય વનિ
૧૧૯
અખલિત નીકળે છે અને તે એક જન સુધી સંભળાય છે. પરંતુ સમવસરણમાં ભગવાનને સર્વમાગધી–ભાષારૂપી જે દિવ્ય વનિ હોય છે તે ગણધર, દેવ, ચક્રવતીઓ વગેરેના પ્રશ્નોને ઉત્તરરૂપે અન્ય કાળે પણ પ્રગટ થાય છે.
ભગવાનનાં સર્વાંગમાંથી પ્રગટ થતો દિવ્ય વનિ કારરૂપી હોય છે અને એટલા માટે એ દિવ્ય વનિને અક્ષરાત્મક કહેવામાં આવે છે, પરંતુ ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે તેમના મુખમાંથી પ્રગટ થતે દિવ્ય વનિ અક્ષરાત્મક હોય છે. ભગવાનના સમવસરણની જ્યાં જ્યાં જે રચના થાય છે તેમાં જે ભવ્ય મનુષ્ય આવેલાં હોય છે તે બધાની કુલ ભાષાની સંખ્યા અઢાર અને લઘુભાષાની સંખ્યા સાત જેટલી હોય છે અને તે દરેકને ભગવાનની દેશના પિતા પોતાની ભાષામાં પરિણમે છે. તદુપરાંત સમવસરણમાં આવેલાં જુદાં જુદાં પ્રાણીઓને ભગવાનની દેશનાની ભાષા પતિપિતાની ભાષાના રૂપમાં પરિણમે છે. શાસ્ત્રકારો ઉપમા આપતાં કહે છે કે જેમ આકાશમાં મેઘવર્ષા એક રૂપે જ હોય છે, પરંતુ નીચે આવ્યા પછી ભિન્નભિન્ન સ્થળ અનુસાર તે વર્ષનું પાણી જુદે જુદે સ્થળે જુદાં જુદાં રૂપમાં પરિણમે છે, તેવી જ રીતે ભગવાનની વાણું એક જ રૂ૫ની હોવા છતાં સર્વ જીવોને પિતતાની ભાષામાં પરિણમે છે. ભગવાનની વાણુને આ એક અતિશય છે.
સમવસરણ કે પ્રાતિહાર્યાનું આલંબન લઈ તપ, જાપ કે દયાન દ્વારા જિનેશ્વર ભગવાનની આરાધના કરાય છે. દિવ્ય અવનિના આલબમ દ્વારા થતી આરાધના માટે મંત્ર શાસ્ત્રકારોએ આ પ્રમાણે આ छ : ॐ ही अजरामर दिव्यध्वनिप्रातिहार्योपशोभिताय श्री जिनाय नमः।
- ભવ્ય જીવોને સ્વર્ગાપવગના કલ્યાણ માર્ગ તરફ આકર્ષાનાર જિનેશ્વર ભગવાનની દેશનારૂપી દિવ્ય વાણીને અને પ્રાતિહાર્ય દિવ્ય ધ્વનિને મહિમા જે તેવો નથી. ધર્મરુચિહીન કે તત્વચિહીન પ્રયજનને તે તેની કલ્પના પણ ન આવી શકે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org