________________
૧૧૮
જેન સાહિત્ય સમારોહ-ગુરછ )
આપવામાં આવે છે કે તીર્થંકર પરમાત્માને જે સમયે કેવળજ્ઞાન થાય છે બરાબર તે જ સમયે એમના સમગ્ર શરીરનાં સર્વાગોમાંથી મેઘગજના જેવો કારરૂપી દિવ્ય વનિ નીકળે છે અને તે એક
જન સુધી સંભળાય છે. ભગવાનના મુખનાં બધાં ઉચ્ચારણઅવયવો એટલે કે તાળવું, જીભ, કંઠ, હેઠ, મુખ વગેરે બંધ અથવા શાંત જ હોય છે, તેમ છતાં આ ધ્વનિ પ્રકટ થાય છે. એ અવનિ ભગવાન પોતે પોતાની ઈચ્છાથી પ્રકટ કરે છે એવું નથી. ભગવાનની ત્યારે કેઈ ઈછા હોતી નથી, પરંતુ એ ધ્વનિ એમના દેહમાંથી સહજ રીતે પ્રગટ થઈ શકે એ પ્રશ્ન થાય. એને ઉત્તર એ છે કે ભવ્ય જીવોના પુણ્યના ઉદયથી તે દિવ્ય વનિ ભગ્ય. જીવોને માટે પ્રગટ થાય છે. આ વનિ કારરૂપી હોય છે અને તે સાંભળનાર સર્વ જીવોને અતિશય આહૂલાદ આપે છે. સાંભળનાર સર્વ જીવોના કલ્યાણરૂપ એ દિવ્ય ધ્વનિ હોય છે.
દિગંબર પરંપરા અનુસાર દિવ્ય અવનિને બીજો પ્રકાર તે સર્વમાગધી ભાષા છે. ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે ભવ્ય મનુષ્યની પ્રચલિત લેકભાષામાં આપે છે, પરંતુ ભગવાનની વાણીની એ ચમત્કૃતિ હોય છે કે ત્યાં આવેલા દેવ, મનુષ્ય અને પ્રાણુઓ એ દરેકની પોતપોતાની ભાષામાં ભગવાનની એ દેશના રૂપાંતરિત થઈ જાય છે અને એથી ભગવાનની દેશના સર્વને સમજાય છે. યોગશાસ્ત્રમાં હેમચંદ્રાચાર્યે કહ્યું છે. વિજ્ઞાન કમાવાનુવાત વવનજવવોયન્સ ભગવાનની વાણુને આ એક “અતિશય” છે, સમવસરણમાં ભગવાનની દેશનારૂપી સર્વમાગધી ભાષામાં જ્યારે દિવ્ય ધ્વનિ પ્રગટ થાય છે ત્યારે ગણધરો ઉપસ્થિત હોય છે. એટલે કહેવાય છે કે ભગવાનને સર્વભાષારૂપી દિવ્ય ધ્વનિ હમેશાં ગણુ ધોની ઉપસ્થિતિમાં જ પ્રગટ થાય છે.
દિગમ્બર પરંપરા અનુસાર તીર્થકર ભગવાનને સ્વભાવત પ્રગટ થતે દિવ્ય ધ્વનિ ત્રણેય સંધિકાળમાં નવ મુદ્દત સુધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org