________________
૧૧૬
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ છે
ધ્વનિનું હર્ષ વડે ઊંચી પ્રીવાવાળાં બનેલાં હરણાંઓ દ્વારા પણ પાન થાય છે. ]
દિવ્ય ધ્વનિ વિશે “વીતરાગસ્તવ'ની ટીકામાં કહ્યું છે:
तथा धर्मोपदेशोवसरे हि भगवान् स्वभावसुभग भवि. ष्णुना श्रोतृजनश्रोत्रपुटप्रविशत्पीयूषकुल्यातुल्येन निरायासप्रवृत्ते नैव स्वरेण देशनां विधते, किन्तु वृत्तिकृत इघ सूत्र सुरास्तमेव स्वरमायोजन विष्वग् विस्तारयन्ति, अतो देवकृतत्वात् स दिव्यम्वनिरभिधीयते ।
[ ધમને ઉપદેશ આપતી વખતે ભગવાન, સ્વાભાવિક સૌભઃગ્યથી ઉત્પન્ન થતા, શ્રોતાજનોના કર્ણવિરામાં પેસતા અમૃતની નીક જેવા અને અનાયાસે બોલાતા સ્વર વડે દેશના આપે છે. પરંતુ જેમ ટીકાકારો સૂત્રને ટીકા વડે વિસ્તૃત કરે છે, તેમ તે જ ભગવંતના સ્વરને દેવતાએ ચારે બાજુ એક યોજન સુધી વિસ્તાર છે, તેથી પ્રસારિત ધ્વનિ દેવકૃત હોવાથી તે અપેક્ષાએ દિવ્ય ધ્વનિ કહેવાય છે. ]
વળી, વીતરાગસ્તવની અવચૂરિમાં દિવ્ય અવનિનું સવિસ્તર વર્ણન કરતાં કહેવાયું છે :
“હે સર્વાતિશાયિ વચનના સ્વામી! સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતી, શ્રોતાજનોના કર્ણમાં પેસતી અમૃતની નીક સમાન અને શ્રમ વિના પ્રવર્તતી વાણુ વડે જયારે સમવસરણમાં ભવ્યજનના કલ્યાણને માટે આપ ધર્મદેશના આપ છો ત્યારે ભક્તિથી નિર્ભર હૃદયવાળા દેવતાએ તે વાણુને સર્વ દિશામાં એક જન સુધી વિરતારે છે. એથી જ એ ધ્વનિ દેવતાઓ વડે વિસ્તારાતો હોવાથી દિવ્ય ધ્વનિ મહાપ્રાતિહાર્ય કહેવાય છે.
“ક્ષીરાસવી, સપિરાસવી, મMાવી અને અમૃતાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org