________________
૧૧૨
જૈન સાહિત્ય સમારોહ-મુછ 8
એ પ્રશ્ન કોઈને થાય. એને ખુલાસો કરતાં “પ્રવચન-સારોદ્ધાર'' વગેરે ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે માલવ અને શિકીય વગેરે રાગ વડે તીર્થંકર પરમાત્મા સમવસરણમાં જે દેશના આપે છે તે વખતે ભગવાનની બંને બાજુ રહેલા દેવો વીણા, વેણુ વગેરે વાદ્યોના અવનિ વડે ભગવંતના શબ્દોને વધુ મધુર અને કર્ણપ્રિય બનાવે છે. જેમ કે ઈ ગાયકના મધુર ગીતધ્વનિને સંગીતકારે વાજિત્રોના અવનિ વડે વધારે મધુર કરે છે તેવી રીતે દેવે પણ તીર્થંકર પરમાત્મા પ્રત્યેના ભક્તિભાવથી પ્રેરાઈને એમની દેશનાના દિગ્ય વનિને વધુ આહલાદક બનાવે છે. એટલે જેટલા અંશમાં દેવે વાજિંત્રો વડે ભગવાનની વાણીને વધુ મધુર બનાવે છે તેટલા અંશમાં દેવનું એ પ્રાતિહાર્યપણું ગણવામાં આવે છે. એટલે દિવ્ય વનિને પ્રાતિહાર્ય તરીકે ગણવામાં કોઈ બાધ રહેતો નથી.
આના અનુસંધાનમાં બીજો પ્રશ્ન એ થાય કે શું તીર્થકર પરમાત્માની વાણીમાં એવી ન્યૂનતા હોય છે કે દેવોએ એને મધુર કર્ણપ્રિય બનાવવાની જરૂર પડે ? એને ઉત્તર એ છે કે તીર્થકર પરમાત્માની વાણું તે જન્મથી જ અતિશયયુક્ત હોય છે. એટલે એમાં ન્યૂનતા હોવાને પ્રશ્ન જ નથી રહેતું. દેવે તે દેશના સમયે દિવ્ય ધ્વનિ કરે છે તે કોઈ ન્યૂનતા દૂર કરવા માટે નહિ, પણ પિતાના અદમ્ય ભક્તિભાવને વ્યક્ત કર્યા વગર તેઓ રહી શક્તા નથી માટે તેઓ દિવ્ય ધ્વનિ કરે છે. દેવેને દિવ્ય ધ્વનિ માત્ર માધુર્ય માટે જ નહિ પણ ભગવાનની દેશનાના વનિને એક જન સુધી પ્રસારવા માટે પણ હોય છે.
તીર્થકર ભગવાનની વાણુરૂપી દિવ્ય ધ્વનિને અતિશય તરીકે ગણાવવામાં આવે છે. તીર્થકર ભગવાનના એવા ત્રીસ અતિશય છે. તેમાં ચાર અતિશય તે મૂલાતિશય છે. ઓગણીસ અતિશય દેવે એ કરેલા હોય છે અને અગિયાર અતિશય કમને ક્ષય થયા પછી પ્રગટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org