________________
દિવ્ય વનિ
૧૧
દિગમ્બર પરંપરા પ્રમાણે ભગવાનના ચોત્રીસ અતિશયના એ જ પ્રમાણે ત્રણ પ્રકાર બતાવવામાં આવે છે : (૧) સહજતિશય, (૨) કર્મક્ષયજ અતિશય, અને (૩) દેવકૃત અતિશય. પરંતુ દિગમ્બર પરંપરામાં તે દરેક પ્રકારના અતિશયોની સંખ્યામાં ફરક છે. તેમાં સહજાતિશયની સંખ્યા દસ છે. કર્મક્ષયજ અતિશયની સંખ્યા પણ દસ છે અને દેવકૃત અતિશયોની સંખ્યા ચૌદ છે. એમાં ભગવાનની જન્મથી હિતકારી અને પ્રિય વાણીને સહજાતિશય તરીકે ઓળખવામાં આવે છે અને સમવસરણની સર્વભાષારૂપ વાણીને દેવકૃત અતિશય તરીકે ગણવામાં આવે છે.
શ્વેતામ્બર પરંપરા પ્રમાણે તીર્થંકર પરમાત્માના આઠ પ્રાતિ. હાર્યમાંથી અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, ચામર, આસન, દુંદુભિ અને છત્ર એ છ પ્રાતિહાર્યને સમાવેશ દેવકૃત અતિશયમાં થાય છે. ભામંડળ પ્રાતિહાર્યને સમાવેશ કર્મક્ષયજ અતિશયમાં થાય છે. પરંતુ દિવ્ય વનિ પ્રાતિહાર્યને (એટલે કે દેવોએ વિષ્ણુ, વેણુ વગેરે દ્વારા કરેલા વનિનો સમાવેશ કઈ અતિશયમાં થતો નથી. અલબત્ત, ભગવાનની પિતાની વાણીરૂપ જે દિવ્ય વનિ છે તેને ત્રીસ અતિશયમાંનાં એક અતિશય તરીકે ગણવામાં આવે છે.
તીર્થકર પરમાત્માની દિવ્ય વાણી પાંત્રીસ પ્રકારના ઉત્તમ ગુણોથી યુક્ત હોય છે. એ ગુણો નીચે પ્રમાણે છે:
(૧) સંસ્કારવત, (૨) ઉદાત્ત (ઊંચા સ્વરે) (૩) ઉપચારપત (અગ્રામ્ય, (૪) ગંભીરશબ્દ (મેધગંભીર), (૫) અનુનાદિ (પ્રતિધ્વનિયુક્ત-સરસ પડધે પડે. રણકો થાય), (૬) દક્ષિણ (સરળ), (૭) ઉપનીર (માલકૌસ વગેરે રોગોથી યુક્ત), (૮) મહાઈ (મહન અર્થવાળી), (૯) અવ્યાહત પોપ (પરસ્પર વિરોધ વિનાની). (૧૦) શિષ્ટ, (૧૧) અસંદિગ્ધ (સંદેહદહિત), (૧૨) અપાહતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org