________________
દિવ્ય વનિ
૧૧૧
સ્વેચ્છાએ, પૂજ્યભાવ અને ભક્તિ ભાવથી તેની રચના કરતા હોય તો પણ તેમાં સવિશેષ બળ, સમૃદ્ધિ, ઓજસ, ઐશ્વર્યા ઈત્યાદિ તીર્થંકર પરમાત્માના અતિશયને કારણે જ આવે છે. એમ કહેવાય છે કે સમવસરણમાં જેવું અશોકવૃક્ષ હોય છે. તેવું અશોકરક્ષ ખુદ ઈન્દ્રના પિતાના ઉદ્યાનમાં પણ નથી હોતું. ધારે કે તીર્થંકર પરમાત્માની ઉપસ્થિતિ ન હોય તે પ્રસંગે બધા જ દેવતાઓ ભેગા મળીને પિતાની તમામ શૈક્રિયાદિ લધિથી કઈ એક અશોકવૃક્ષની રચના કરે તો પણ તે અશોકવૃક્ષનું સૌંદર્ય સમવસરણના અશોકવૃક્ષ કરતાં અનેકગણું ઊતરતું કે હીન હોય. વળી બધા દેવોએ તીર્થકર ભગવાનની હાજરી વિના ઉત્પન્ન કરેલું અશોકવૃક્ષ (કે અન્ય પ્રાતિહાર્ય) જેનાર લોકોના હૃદયમાં કદાચ કૌતુક ઉત્પન્ન કરી શકે, પણ સાચા ધર્મની ભાવના ઉત્પન્ન ન કરી શકે. જ્યારે સમવસરણમાં દેવોએ રચેલ અશોકવૃક્ષ (કે અન્ય પ્રાતિહાર્ય) લોકોના હૃદયમાં ધમ–ભાવના જાગ્રત કરવાનું નિમિત્ત બને છે.
- આ આઠ પ્રાતિહાર્યોમાં દિવ્ય ધ્વનિ નામના પ્રાતિહાર્યમાં કેટલીક વિશેષ વિચારણા થઈ છે અને શ્વેતામ્બર તથા દિગમ્બર પરંપરામાં તેનું કેટલુંક અર્થધટન જુદી જુદી રીતે થયું છે.
‘દિવ્ય ધ્વનિ એટલે શું ? દિવ્ય એટલે દૈવી એને એક અર્થ થાય છે “દેવત” અને બીજો અર્થ થાય છે “લોકોત્તર'. એટલે દિવ્ય ધ્વનિને એક અર્થ થાય છે દેવતાઓએ કરેલે ધ્વનિ અને બીજો અર્થ થાય છે તીર્થકર ભગવાનની વાણીરૂપ લોકોત્તર (દિવ્ય) વિનિ.
સમવસરણ વખતે દેવતાઓ અશેકાક્ષ, પુષ્પવૃષ્ટિ, સિંહાસન વગેરે પ્રાતિહાર્યોની રચના તો કરે છે, પરંતુ દેશનાની વાણુરૂપ દિવ્ય વનિ તો તીર્થંકર પરમાત્માને પોતાને હોય છે. એમનું એ આત્મભત લક્ષણ છે. તે તેમાં પ્રાતિહાયપણું કેવી રીતે ઘટી શકે?
વિનિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org