________________
પાંચ સમવાય કારણ અને ચાર સાધના કારણ
અને ભવિષ્યકાળનું સપનું (કલ્પના) છે. વેદના તો માત્ર વર્તમાન સ્વરૂપ છે. ભવિષ્યકાળ અને ભૂતકાળ છે. એટલે સંબંધ છે. પરંતુ ઉપયોગ અર્થાત વેદનામાં તે માત્ર વર્તમાનકાળ જ છે. ભૂતકાળને ખતમ કરી, ભવિષ્યકાળને સુધારવાની તાકાત વર્તમાનકાળમાં રહેલ ઉદ્યમ–પુરુષાર્થ-વીય શક્તિમાં છે.
કર્મ અને ભવિતવ્યતા હોવા છતાં ઉદ્યમ વિના કાર્ય સિદ્ધિ નથી. જાગૃતિ એ ઉત્તમ છે. ઉદ્યમથી ભવિષ્યને અંત આણવાને હોય છે.
પિતાના ભવિષ્યનો અંત આણવા માટે ઉદ્યમ કરવાનું છે. જ્યારે અન્યના ભવિષ્ય અંગે ભવિતવ્યાથી વિચાર કરવાનો છે. તે તે છના ભૂતકાળના ઇતિહાસને પણ તથા–પ્રકારની ભવિતવ્યતાથી મૂલવવાને છે.
(૫) ભવિતવ્યતા (નિયતિ–પ્રારબ્ધ) :
કેવલિ ભગવંત (સર્વજ્ઞ પ્રભુ) જે બનાવ અર્થાત ઘટના પ્રસંગ કે Event ને જે પ્રમાણે એમના જ્ઞાનમાં જે હોય અથવા તે જોતાં હોય તે જ પ્રમાણે તે બનાવનું નિશ્ચિત બનવું તેને ભવિતવ્યતા કહે છે.
“ભગવંત જે પ્રમાણે જુએ છે તે જ પ્રમાણે થાય છે, તે ભગવંતની સર્વજ્ઞતા છે. જ્યારે જે પ્રમાણે થાય છે તે જ પ્રમાણે ભગવંત જુએ છે.” તે ભગવંતની વીતરાગતા છે, નિષ્મજનતા, નિહિતા, નિષ્પક્ષતા, નિરપેક્ષતા માધ્યસ્થતા છે.
જે ફરનાર નથી, જે ટળનાર નથી, જે નિશ્ચિત છે અને જે અવશ્યભાવિ છે તે ભવિતવ્યતા છે.
સ્વભાવ અનાદિ-અનંત સિદ્ધિ છે. સ્વભાવ અક્રમથી છે. ભવિતવ્યતા એ બનાવ–ધટના Event છે. એની શરૂઆત (આદિ) છે અને તેને અંત પણ છે. ભવિતવ્યતા કમથી હોય છે. બનાવ બને ત્યારે ઉત્પાદ અને બનાવ પૂરી થાય ત્યારે વ્યય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org