________________
જૈન સાહિત્ય સમારોહ-મુછ ૩
- ભવિતવ્યતા એ અબાધાકાળવાળું હોવાથી “પર” વસ્તુ છે. ભવિતવ્યતા એ વાયદાને વેપાર છે. જ્યારે ઉદ્યમ એ રોકડાને હજરનો વેપાર છે.
સ્ત્રીને માતૃત્વ પ્રાપ્તિના બનાવમાં આ પાંચ કારણે જે ભાગ ભજવે છે અને તેનાથી માતૃત્વ પ્રાપ્તિનું જે કાર્ય બને છે તે વિષે વિચારતાં આ પાંચ કારણે સરળતાથી સમજી શકીશું.
સવભાવ : માતા બની શકવાને ધર્મ સ્ત્રીમાં છે. પુરુષ માતા બની શકતો નથી. સ્ત્રીને માતા બની શકવાને ધર્મ તે સ્વભાવ.
કાળ : સ્ત્રી અમુક નિશ્ચિત સમયે માતા બની શકે છે. સ્ત્રી તુવંતી થયા બાદ જ અને ગર્ભ રહ્યા પછી, ગર્ભકાળ પૂર્ણ થયે જ માતા બની શકે છે. આમ અહીં માતૃત્વ પ્રાતિના બનાવમાં કાળ પણ એને ભાગ ભજવે છે.
કર્મ ; પૂર્વકૃત માતૃત્વ પ્રાપ્તિનું તથા પ્રકારનું કામ બાંધ્યું હોય અને તે કેમ ઉદયમાં આવે ત્યારે જ તે સ્ત્રી માતા બની શકે છે, એ બતાડે છે કે કર્મ માતા બનવામાં કારણભૂત છે.
પુરુષાર્થ ઉદ્યમ : પુરુષ સાથેના ક્રિયાત્મક સંયોગે કરીને સ્ત્રી માતૃત્વ ધારણ કરી શકે છે. જે ઉદ્યમનો ફાળો માતૃત્વ પ્રાતિ વિષે સૂચવે છે.
ભવિતવ્યતા-નિયતિ-પ્રારબ્ધ : ઉપરોક્ત ચારે કરશે પ્રાપ્ત હોવા છતાં જો તથા પ્રકારની ભવિતવ્યતા ન હોય તે સ્ત્રી માતા થઈ શકતી નથી. એનાથી એ સાબિત થાય છે કે ભવિતવ્યતા પણ ભાગ ભજવે છે.
સ્ત્રીને માતૃત્વ પ્રાપ્તિ બાબતે આ પાંચે કારણે ભાગ ભજવે છે તે આપણે સહુના અનુભવની વાત છે. તે જ પ્રમાણે અન્ય કાર્ય વિષે પણ આ પાંચે કારણે વત્તા ઓછા અંશે ભાગ ભજવે છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org