________________
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૩
આપણે જે છીએ તે આપણું અસ્તિત્વ છે અને આપણે જેવાં છીએ તે આપણે સ્વભાવ છે.
(૨) કાળ વર્તન એટલે પાંચે અસ્તિકામાં થતી અર્થ ક્રિયા, જેને કાળ કહેવાય છે. ટૂંકમાં છવઅજીવ, (પુદ્ગલ પ્રધાન)ના પર્યાયનું નામ જ કાળ. જીવઆજીવના અર્થ ક્રિયાકારીના અર્થમાં જે ભાવો (પર્યાયાંતરતાં, રૂપરૂપાંતરતાં ક્ષેત્રમાંતરતા) છે તે જ કાળ છે.
પર્યાયાંતરતા જ્યાં છે, રૂપરૂપાંતરતા ને શ્રેયાંતરતા એટલે કે પરિવર્તન ને પરિભ્રમણ જ્યાં છે ત્યાં કાળ છે.
પુદ્ગલદ્રવ્યમાં જે પર્યાય છે તે કાળ છે અને તે અનિત્ય છે.
સંસારી છઘસ્થ જીવોમાં જે કર્તા-ભોક્તાના ભાવે છે તે કાળ છે, જે અનિત્ય છે. જીવને જે કાળાશ્વાસ છે તેનું જ નામ કાળ.
દ્રવ્યની અવસ્યાંતરને ગાળો તે કાળઃ કમિક અવસ્થા જેમાં છે તેવાં પુદ્ગલ દ્રવ્ય અને સંસારી (અશુદ્ધ) છવદ્રવ્યને કાળ હોય છે.
(૩) કર્મ : ભૂતકાળમાં જીવે પિતાના આત્મપ્રદેશે જમા કરાવેલ પિતાની શુભાશુભ માનસિક, વાચિક, અને કાયિક ક્રિયાને કમ કહે છે. એ જીવ અને પુદ્ગલનું મિશ્રણ છે. કારણવગણ (પુદ્ગલ) જયારે આત્મપ્રદેશ સાથે બદ્ધ સંબંધમાં આવે છે ત્યારે તે કર્મ રૂપે પરિણમે છે.
(૪) પુરુષાર્થ (ઉદ્યમ) : જેમાં ફેરફાર કરી શકાતું હોય એમાં ફેરફાર કરવાની ક્રિયાને ઉદ્યમ કહે છે.
મન, વચન, કાયાના યોગે કરીને મળેલ “સંજ્ઞા તથા બુદ્ધિ વાપરીને ઈષ્ટની પ્રાપ્તિ માટે કરાયેલે પરિશ્રમ તે પુરુષાર્થ અથવા તે ઉદ્યમ કહેવાય છે.
ઉદ્યમ એટલે વીર્યતરાયને ક્ષયોપશમ, કે જે વર્તમાન કાળમાં છે અને વર્તમાન કાળમાં કામમાં આવે છે. ભૂતકાળની સ્મૃતિ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org