________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચછ ૨
થાય છે તેમાં) હેતુ વસ્તુના વિશેષ ગુણે છે અથવા એકમાં અનેકતાનો બોધ થાય છે તેમાં કારણભૂત તે અને કેમાં રહેલ પરસ્પર વ્યવચ્છેદક-ભેદક અસાધારણ યાને વિશેષ ગુણે છે.
જે વસ્તુમાં વિશેષ ગુણે ન માનતાં માત્ર સામાન્ય ગુણે જ માનીએ તો અર્થાત્ સામાન્ય સત્તા માત્રને જ માનીએ તે વસ્તુમાત્ર એકરૂપ થઈ જાય. સર્વ વસ્તુમાં માત્ર “છે, છે, અને છે” તે માત્ર અસ્તિ પ્રત્યય થાય. “આ વસ્તુ તે નથી” એ “નાસ્તિ” પ્રત્યય તો થાય જ નહિ, કારણ કે કોઈ પણ વસ્તુમાં નાસ્તિત્વ તે વસ્તુથી ભિન્ન અન્ય વસ્તુની અપેક્ષાએ જ ઘટી શકે. પરંતુ વિશ્વમાં એક જ વસ્તુ હોય તે તેમાં નાસ્તિત્વભાવ પ્રાપ્ત થાય જ નહિ. પરંતુ આ “જીવ છે, અજીવ નથી,' “ત મગન છે, છગન નથી', એવો અસ્તિ સાથે નાસ્તિ પ્રત્યય પણ થાય છે તેથી વસ્તુમાં સ્વરૂપ સત્તાની સિદ્ધિ થાય છે.
વળી જે વસ્તુમાં માત્ર વિશેષ સત્તા માનીએ અને સામાન્ય સત્તા ન માનીએ તો પ્રત્યેક વસ્તુ એકબીજાથી બિલકુલ ભિન્ન થતી જેટલી વસ્તુ છે તેટલી સ્વતંત્ર એwાઈ (units) પ્રાપ્ત થશે. અનેકને લાગુ પડે તેવા કોઈ નિયમો યા સિદ્ધાંત પ્રાપ્ત થાય જ નહિ. પ્રત્યેક વસ્તુનું બિલકુલ ભિન્ન વિજ્ઞાન પ્રાપ્ત થાય. અનેક વસ્તુઓને પરસ્પર સાંકળી લેતા કેઈ નિયમ કે સિદ્ધાંત અશકય બને. પરંતુ આપણે આજે ન્યાય, ગણિત, પદાર્થવિજ્ઞાન આદિ વિજ્ઞાનની રચના કરી શકયા છીએ, કારણ કે વસ્તુવસ્તુમાં પણ કોઈ અપેક્ષાએ સમાનતા છે જેથી અનેક સદશ વસ્તુઓને એક નિયમાધીન બનાવી સૂત્ર(formula)માં ગૂંથી શકીએ છીએ.
- અરિત પ્રત્યય એટલે જે જ્ઞાન વરતુમાં અસ્તિત્વ ગુણની સિદ્ધિમાં હેતુ બને છે તે જ્ઞાન. “વસ્તુ છે” આ પ્રમાણે જ્ઞાન થવાથી વસ્તુમાં અસ્તિ-- ત્વ ગુણની સિદ્ધિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org