________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
સામાન્ય-વિશેષાત્મક વસ્તુ અને અનેકાંત સિદ્ધાંત
ભારતવર્ષમાં તેમજ પશ્ચિમમાં વિકસેલી ભિન્ન ભિન્ન દર્શનધારાઓમાં જે વિસંવાદો છે તેનો તલસ્પર્શી અભ્યાસ કરતાં જણાશે કે તેમાંના મોટા ભાગના વિસંવાદોના મૂળમાં સામાન્ય અને વિશેષ – Universal & Particular- ના સ્વરૂપ સંબંધમાં ગેરસમજ યા વિપરીત સમજ જ કારણભૂત છે. આથી વસ્તુના સામાન્ય-વિશેષાત્મક દૈત સ્વરૂપને સ્પષ્ટ ખ્યાલ આપ જરૂરી છે, કારણ કે વસ્તુનું જે દૈત સ્વરૂપ છે તે જ અનેકાંત સિદ્ધાંતનું હાઈ છે. " વસ્તુમાત્ર બે સત્તારૂપ છે અથવા કહે સત્તાના બે ભેદ છેઃ એક છે સામાન્ય સત્તા અને બીજી છે સ્વરૂપ સત્તા યા વિશેષ સત્તા.
સામાન્ય સત્તા વસ્તુ સામાન્યને સિદ્ધ કરે છે અને વિશેષ સત્તા વસ્તુવિશેષને સિદ્ધ કરે છે. “વસ્તુ છે ” એટલું જ કહેવાથી વસ્તુનું સંપૂર્ણ દર્શન થઈ શકતું નથી, કારણ કે “વસ્તુ છે ” એટલું જ નહિ પરંતુ “વસ્તુ કંઈક છે, તે જીવ છે યા અજીવ છે.” “વસ્તુ કંઈક છે' તેમાં “એ” વસ્તુની સામાન્ય સત્તાને સૂચવે છે જ્યારે “કંઈક” તે વસ્તુની સ્વરૂપ યાને વિશેષ સત્તાને સૂચવે છે. દ્રવ્યમાત્રમાં બે પ્રકારના ગુણે છે : એક છે સામાન્ય ગુણ
અને બીજા છે વિશેષ ગુણ, અસ્તિત્વ. દ્રવ્યત્વ, પ્રદેશ–ાદિ સામાન્ય • ગુણે છે, કારણ કે તે ગુણે દ્રવ્યમાત્રમાં પ્રાપ્ત થાય છે. જ્ઞાન, દર્શન,
વર્ણ, ગંધ આદિ વિશેષ ગુણ છે, કારણ કે તે તે ગુણે સર્વ દ્રમાં પ્રાપ્ત થતા નથી પરંતુ દ્રવ્યવિશેષમાં જ પ્રાપ્ત થાય છે. વતુવસ્તુમાં અનુવૃત્તિ પ્રત્યયમાં (સદશતાનું જ્ઞાન થાય છે તેમાં) હેતુ વસ્તુના સામાન્ય ગુણો છે અથવા અનેકમાં એકત્વની પ્રતીતિ થાય છે તેમાં કારણભૂત તે અનેકમાં રહેલા સામાન્ય ગુણ છે; અને વસ્તુ-વસ્તુમાં વ્યાવૃત્તિ પ્રત્યયમાં (વસ્તૃવસ્તુમાં ભેદની પ્રતીતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org