________________
૭૮
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ -એક જીવરાશિમાં પ્રાપ્ત કરે છે. વ્યવહારનય વસ્તુવિશેષને જ ગ્રહણ કરે છે. તેની દૃષ્ટિમાં સામાન્ય અવસ્તુ છે.
- લોકવ્યવહાર પણ સંગ્રહ અને વ્યવહાર આ બેઉ નયોને જાણતાં-અજાણતાં સ્વીકાર કરે છે તે નિમ્ન ઉદાહરણથી જોઈ શકાય છે :
તમે કરી લેવા નીકળ્યા. કેરીવાળાની ટોપલીમાં બે-ચાર મોટાં ફળ જોઈ તેવાં મોટાં ફળ લેવાની શરતે ભાવ નકકી કર્યો, કેરીવાળા તમારી થેલીમાં કેરી મૂકતા જાય છે. પરંતુ પછી પછીનું ફળ કદમાં નાનું નાનું થતું જાય છે. તમે વિરોધ કરો છો ત્યારે તે કહે છે,
શેઠ, પાંચે આંગળીઓ ઓછી સરખી હોય છે ? તેમાં ઓગણીસવિસનો ફરક તે હેય જ ને ?' અત્રે કેરીવાળાએ વ્યવહારનયનું
આલંબન લઈ એકવચનાઃ સામાન્ય નામ “આંગળી” શબ્દના વાચ્યાર્થીના પાંચ ભેદ કર્યા. જેની સંખ્યા પાંચ છે, જેનું ક્ષેત્ર પણ ભિન્ન ભિન્ન છે, જેની લંબાઈ પણ એકસરખી નથી અને વળી તે પ્રત્યેકને અંગૂઠા, તર્જની, મધ્યમિકા, અનામિકા અને ટચલી
એવાં પાંચ ભિન્ન ભિન્ન નામે છે; આવી રીતે પ્રત્યેક આંગળી પિતાપિતાની વિશેષતાઓને લઈને અનેક છે તે સર્વને એક કેમ કહેવાય ? આવી વ્યવહારનયની ભેદદષ્ટિ છે. આથી વિરુદ્ધ લોકમાં કહેવત છે, “આંગળી–આંગળીમાં ભેદ ક્યાં છે? ગમે તે કાપ, લેહી તે બધીમાંથી એકસરખું લાલ જ નીકળશે. આ સંગ્રહનયનો મત છે. તેની દૃષ્ટિમાં સર્વ આંગળી લાલ લહીમય છે તેથી બધી એકરૂપ છે. એકવચનમાં “આંગળી ” એવા સામાન્ય નામના વધ્યાર્થમાં અનેકતા કેવી રીતે ઘટે? સંગ્રહનયને વિષય * એક” છે. વ્યવહારને વિષય “સંખ્યા” છે તેથી એક સંખ્યા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org