________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
અથવા ઉપયોગ જીવનું લક્ષણ છે. આથી ઉપયોગ અથવા ચેતનાલક્ષણથી લક્ષિત જે એક પદાર્થ છે તેને જ સંબોધીને સંગ્રહાય. કહે છે, “જીવ એક છે, જીવ છવમાં તેને કોઈ ભેદ જણાતું નથી. આ નયને વિરોધી વ્યવહારનય છે. ભેદ અને વ્યવહારને એક જ અર્થ છે. વ્યવહાર કરે એટલે ભેદ કરો. જ્યારે દષ્ટિ ભેદગામી. બને છે ત્યારે તે સર્વ જીવોને એક રૂપે ન જોતાં તેમાં રહેલી વિશેષતાઓને નિહાળી કહે છે, “જીવ બે છે, કારણ કે તેની દષ્ટિમાં સંસારી અને સિદ્ધ એવા બે પ્રકારના જીવો જણાય છે. ભેદગામી.
વ્યહારનય જેમ જેમ છવજીવમાં રહેલી વધુ ને વધુ વિશેષતાઓના દર્શન કરે છે તેમ તેમ સંગ્રહનયગ્રહીત એક જ રાશિના ભેદોની સંખ્યામાં વધારો થતો જાય છે જેમ કે
શુદ્ધાશુદ્ધ અપેક્ષાએ “જીવ બે છે': સંસારી અને સિદ્ધ.
કાયાપેક્ષાએ “જીવ ત્રણ છે”: સ્થાવરકાય, ત્રસકાય અને અકાય(સિદ્ધ).
વેદાપેક્ષાએ “જીવ ચાર છે' : પુરુષવેદી, સ્ત્રીવેદી, નપુંસકવેદી અને અવેદી.
ગત્યાપેક્ષાએ “જીવ પાંચ છે” મનુષ્ય, તિર્યંચ, દેવ, નારક અને ગત્યાતીત.
જાતિની અપેક્ષાએ “જીવ છ છે ? એ કેન્દ્રિય, બે-ઈન્દ્રિય, 2-ઇનિદ્રય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને ઇન્દ્રિયાતીત.
આવી રીતે વ્યવહારનયની ભેદદષ્ટિ જેમ જેમ વધુ ને વધુ સૂમ બનતી જાય છે તેમ તેમ વિશેષરૂપી શસ્ત્ર વડે સંગ્રહાય પ્રહીત એકની એક જીવવસ્તુના તે વધુ ને વધુ ભેદ, પ્રભેદ કરતી જાય છે અને અંતિમ સ્તરે – પરમ વ્યવહારનયની દૃષ્ટિમાં જેટલા જીવે છે તેટલા અર્થાત્ મધ્યમ અનંતાનંત સંખ્યા પ્રમાણે ભેદ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org