________________
અનેકાંત શનનું સામાન્ય વળી વ્યાકરણશાસ્ત્રમાં સામાન્ય નામ ઘટે નહિ, બધાં જ વિશેષનામો જ પ્રાપ્ત થાય. પરંતુ આ આપણું અનુભવની વિરુદ્ધ છે તેથી વસ્તુ વસ્તુમાં સામાન્ય ગુણે પણ પ્રાપ્ત થાય છે. આથી વસ્તુ સામાન્ય-વિશેષાત્મક તસ્વરૂપ સિદ્ધ થાય છે. વસ્તુ સામાન્યવિશેષ ઉભયાત્મક હોવા છતાં પણ સામાન્ય અને વિશેષ બે એકાંતિ ભિન્ન નથી. સામાન્ય અને વિશેષ એવા બે જુદા જુદા પદાર્થ નથી. તે બેઉમાં પ્રદેશભેદ નથી. નિગ્ન ઉદાહરણથી આ સિદ્ધ થઈ શકે છે.
જે સામાન્યથી દ્રવ્ય છે તે વિશેષથી છવદ્રવ્ય છે. વળી જે સામાન્યથી જીવ છે તે વિશેષથી સંસારી છે. જે સામાન્યથી. સંસારી છે તે વિશેષથી પંચેન્દ્રિય છે. જે સામાન્યથી પંચેન્દ્રિય છે તે વિશેષથી મનુષ્ય છે. જે સામાન્યથી મનુષ્ય છે તે વિશેષથી પુરુષ છે. જે સામાન્યથી પુરુષ છે તે વિશેષથી મગનલાલ છે. અત્રે
સ્પષ્ટ જણાય છે કે સામાન્ય અને વિશેષમાં ભેદ નથી. જે મગનલાલ છે તે જ સંસારી–પંચેન્દ્રિય-મનુષ્ય-પુરુષ–છવદ્રવ્ય છે. અત્રે દ્રવ્ય જીવ-સંસારી-પંચેન્દ્રિય-મનુષ્ય-પુરુષ અને મગનલાલની સામાન્યવિશેષની જે શ્રેણી છે તેમાં દ્રવ્ય સર્વવ્યાપક છે, કારણ કે તેમાં નીચેનાં સર્વ સ્થાને વ્યાપે છેઃ “ દ્રવ્ય” ઉપરની શ્રેણીમાં પ્રથમ સ્થાને છે. તેની ઉપર કોઈ વધુ વ્યાપક સ્થાન નથી તેથી “ દ્રવ્ય” અટો પર સામાન્ય છે અને “મગનલાલ” જે અંતિમ સ્થાને છે અને તે ઉપરનાં બધાં જ સ્થાનમાં વ્યાપે છે તેથી, મગનલાલ' પરવિશેષ છે. આ બે અંતિમ સ્થાન સિવાય સર્વ મધ્યમ સ્થાને સામાન્ય પણ છે અને વિશેષ પણ છે, કારણ કે તે તે સ્થાને તેની ઉપરના સ્થાનની અપેક્ષાએ સામાન્ય છે અને અન્ય અપેક્ષાએ વિશેષ પણ છે. આથી જ સામાન્યમાં વિશેષ વાસ હેવાથી તે પદાર્થને વસ્તુ કહી છે અર્થાત્ સામાન્ય-વિશેષ ઉભયાત્મક પદાર્થને “વસ્તુ' કહેવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
at www.jainelibrary.org