________________
જેન સાહિત્ય સમારોહ- ગુચ્છ ૨ સંગ્રહનય વસ્તુમાં રહેલી માત્ર સામાન્ય સત્તાને જ જુએ છે. તેનું લક્ષ વસ્તુમાં રહેલી વિશેષ સત્તા પર તે જતું જ નથી, અને જતું નથી કારણ કે વિશેષને ગ્રાહક તે સંગ્રહનો વિરોધી વ્યવહારનય છે. કોઈ એક કાળે જે એક નયપૂર્વક વસ્તુ સ્વરૂપ જણાય છે તે જ કાળે તેના વિરોધી નયનું આલંબન લઈ શકાતું નથી. આથી જ સંગ્રહનય કહે છે કે “સામાન્ય જ છે, કારણ કે હુ તે માત્ર સામાન્ય સત્તાને જ નિહાળું છું. વિશેષ તો વંધ્યાપુત્રવત અવસ્તુ છે. જેની ઉપલધિ જ નથી થતી તેને મનાય જ કેમ ?” વ્યવહારનય વિરોધ કરે છે ત્યારે સંગ્રહનય કહે છે, તું જેને માને છે તે વિશેષ સામાન્યથી ભિન્ન છે કે અભિન્ન જે તું કહેતા હોય કે વિશેષ સામાન્યથી ભિન્ન છે તો તે તે વંધ્યાપુત્રવત અવસ્તુ જ છે, કારણ કે સામાન્ય રહિત કોઈ વસ્તુ સંભવતી જ નથી. અને જો તું એમ કહેતા હોય કે વિશેષ સામાન્યથી અભિન્ન છે તે પછી તું કહે છે તે વિશેષ સામાન્ય જ છે, કારણ કે જે જેનાથી અભિન્ન હોય તે તે રૂપ જ હોય. આથી જ મારો નિશ્ચય છે કે સામાન્ય જ છે. વિશેષ અવસ્તુ છે.”
હવે વિશેષને ગ્રાહક વ્યવહારનય કહે છે, “વિશેષથી અતિરિક્ત સામાન્ય જેવી કોઈ વસ્તુ છે જ નહિ, કારણ કે સામાન્યની ઉપલબ્ધિ કદાપિ થતી જ નથી. જ્ઞાનમાં જે ઉપલબ્ધ થાય છે તે વિશેષ જ છે અને સંસારને સમગ્ર વ્યવહાર વિશેષથી જ ચાલે છે. તું કહે છે કે તેને જીવ સામાન્યની જ ઉપલબ્ધિ થાય છે, પરંતુ તે તારે ભ્રમ છે. તને જેની ઉપલબ્ધિ થાય છે તે, કાં તો સંસારી મનુષ્ય, દેવ તિર્યંચ, નારક યા સિદ્ધાત્મા છે. આ સર્વ વિશેષ જ છે.” આટલાથી સંગ્રહનય તેની જીદ છોડતા નથી ત્યારે વ્યવહારનય સંગ્રહ કરેલી દલીલ જ તેના માથે મારતાં કહે છે, “તું જેને માને છે તે સામાન્ય વિશેષથી ભિન્ન છે કે અભિન? જે તું કહે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org