________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ સામાન્ય વિશેષથી ભિન્ન છે તે તે વંધ્યાપુત્રવત અવસ્તુ જ છે, કારણ કે વિશેષ રહિત કઈ વાતુ સંભવતી નથી. અને જે તું સામાન્યને વિશેષથી અભિન માને તો તે વિશેષ જ છે, કારણ કે જે જેનાથી અભિન્ન હોય તે તરૂપ જ હોય. આથી મારે નિશ્ચય છે કે વિશેષ જ છે. સામાન્ય ખરશંગવત અવસ્તુ જ છે.”
આવી રીતે જ્યારે બેઉ નય પરસ્પર ટકરાય છે અને જે અસાધ્ય વિસંવાદ ઊભો થાય છે ત્યારે અનેકાંતવિદ્યાને જાણકાર સ્યાદ્વાદી વચમાં પડી સમાધાન કરાવે છે, “હે વાદીઓ, તમો ખોટા ઝગડે છો. તમે બેઉ તમારી દૃષ્ટિએ સાચા છો પરતું એકબીજાની દષ્ટિએ ખોટા છે. સંગ્રહાયે વરતુને સામાન્ય માત્ર કહી છે તે તેના અભેદ દષ્ટિબિંદુથી કહી છે, તેથી તેને મત તેની દષ્ટિથી સાચો છે પરંતુ તે નિરપેક્ષપણે સાચો નથી. આવી જ રીતે વ્યવહારનયે વસ્તુમાત્રને વિશેષ કહી છે તે તેની ભેદદષ્ટિથી કહી છે તેથી તેનો મત તેની દૃષ્ટિથી સાચે છે પરંતુ તે નિરપેક્ષપણે સાચો નથી. આથી તમારા વિધાન પૂર્વે “સ્યાઃપદનો પ્રયોગ કરે જેથી સર્વ વિસ વાદ જ મટી જાય. “સ્યા” એટલે “કેઈ એક અપેક્ષાએ” અથવા “કોઈ એક નયની અપેક્ષાએ.” આ જ અર્થમાં સ્વાદના બદલે “કથંચિત્ ”પદને પણ પ્રયોગ થાય છે. જે કોઈ પણ નય પિતાના અભિપ્રાયને નિરપેક્ષભાવે કહે તો તે દુર્નય બની જાય છે. આથી જ અનેકાંતવાદી પોતાને કોઈ પણ એકાંત મત સ્યાદવાદપૂર્વક જ કહે છે. જો કે વ્યવહારમાં આ પદનો પ્રયોગ તે હંમેશાં કરતું નથી પરંતુ તેને અસંદિગ્ધપણે સ્વીકારે તે છે જ.
આવી રીતે પરસ્પરવિરોધી નયના વિધાનમાં ઉત્પન્ન થતા વિસંવાદને સ્યાદ્વાદ દૂર કરી સંવાદની સ્થાપના કરે છે.
જે કારણથી વસ્તુ સામાન્ય-વિશેષરૂપ સિદ્ધ થાય છે તે જ કારણથી તે દ્રવ્ય-પર્યાયમય પણ સિદ્ધ થાય છે, કારણ કે દ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org