________________
૨૨
જૈન સાહિત્ય સમારોહ – ગુછ ૨ આસક્તિ યા રતિભાવ સ્નેહરાગ છે જે શુદ્ધ ચારિત્ર અર્થાત્ યથા-ખ્યાત ચરિત્રની પ્રાપ્તિમાં બાધક છે.
જીવને ઈષ્ટ સિદ્ધિ માટે બુદ્ધિ એકાંતે નિરુપયોગી નથી. આત્માના શુદ્ધ સ્વરૂપને, સુદેવ, સુગુરુ, સુધર્મને, સંસારની અસારતાને, પરમાનંદપ્રાપ્તિના માર્ગને યાને મોક્ષમાર્ગના યથાર્થ સ્વરૂપને, આત્મહિતનો દષ્ટિએ તત્ત્વાતને, હે પાદેયને નિર્ણય કરવા માટે બુદ્ધિને ભરપૂર ઉપયોગ કરવાનો છે પરંતુ નિર્મોહી બનવા તો અંત:કરણથી જ કામ લેવાનું છે. ઘણુ તીવ્ર બુદ્ધિપ્રભા ધરાવતાં મનુષ્ય ઉપરોક્ત સર્વ નિર્ણય યથાર્થ સ્વરૂપે કરે છે છતાં પણ જ્યાં સુધી આ બુદ્ધિ તીવ્ર રાગના સંસ્કારોથી લિપ્ત છે ત્યાં સુધી આ બૌદ્ધિક નિર્ણય અંતઃકરણસ્પર્શી અર્થાત -આત્મપ્રતીત થઈ નથી શકતા, કારણ કે રાગી મન બુદ્ધિને અંતઃ કરણને સ્પર્શ કરવા દેતું નથી. આથી આવા યથાર્થ તવનિર્ણય છતાં પણ આ બૌદ્ધિક જ્ઞાન માત્ર હોઠ પર જ રહે છે, હૃદયંગમ થતું નથી. આવા બુદ્ધિશાળીઓના જીવનમાં તેની અસર જણાતી નથી, એટલું જ નહિ પરંતુ તેઓને ચેતને પગ નિરંતર રાગના વિષયોમાં જ રમતો રહે છે. ઉપાધ્યાય યશોવિજયજી “જ્ઞાનસાર” ગ્રંથના પાંચમા જ્ઞાનાષ્ટકની બીજી ગાથામાં ફરમાવે છે ?
निर्वाणपदमप्येक भाव्यते यन्मुहुर्मुहुः ।
तदेवं ज्ञानमुत्कृष्ट निर्बन्धो नास्ति भूयसा ॥२॥ .. અર્થાત્ “મેક્ષના સાધનભૂત એક પણ પદની વારંવાર ભાવના કરાય તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ છે (કારણ કે તે ભાવના જ્ઞાન આમસ્પર્શી હવાથી ઈષ્ટ સાધક છે). ઘણું ભણવાને આગ્રહ નથી. ટૂંકમાં કહેવાનો મતલબ છે કે મોક્ષના સાધનનું થોડું પણ જ્ઞાન જે. આત્મસ્પર્શી હેય તો તે મોક્ષપ્રાપક છે જ્યારે બૌદ્ધિક જ્ઞાન ગમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org