________________
વિપતિશાળી,
અનેકાંતવનનું સામાન્ય સવરૂપ
. બીજે એક વિચિત્ર પ્રકારનો રાગ છે જે આજકાલ અત્યંત ફૂલ્યોફાલ્યો છે તે કામ અને દષ્ટિરાગના મિશ્રણ સમાન કહી શકાય. તેવો છે. બિલાડીના ટેપની જેમ ફૂટી નીકળેલા, ભેગ, વિલાસ અને વૈભવમાં ગળાડૂબ બૂડેલા, છળ, કપટ, તર્ક, કુતર્કોદિ કરવામાં નિપુણ (કુ)બુદ્ધિશાળી તેમજ પોતાની વાપટુતાથી ભલભલા શિક્ષિત બુદ્ધિશાળીઓને પણ પ્રભાવિત કરી શકવાની શક્તિ ધરાવનારા, પોતાને ધર્માત્મા, સંત, આચાર્ય, ભગવાનાદિ કરાવનારા ધર્મ તે ધંધે લઈને બેઠેલા વેશધારીઓએ પોતાને એક વિશાળ અનુયાયીઓને વર્ગ ઊભો કરી ભેગવિલાસના સાધનસ્વરૂપ અર્થની. પ્રાપ્તિ કરવાના એકમાત્ર હેતુથી માનવસહજ ભૌતિક વૃત્તિઓને અનુકૂળ પરંતુ વાળમાં ગૂંથીને ધર્મ સ્વરૂપે પ્રસારિત કરેલા સિદ્ધાંતોથી. આકર્ષાઈને કામ અને દૃષ્ટિરામના તીવ્ર સંસ્કારોથી લિપ્ત મનને અનુસરીને ગ્રહણ કરેલી તે સિદ્ધાંતોની માન્યતાઓની બંદી બનેલી બુદ્ધિ પણ તેની વિવેકશક્તિ ગુમાવી બેસે છે. પરિણામે ધર્માધર્મ, હેય-ઉપાદેય, સુગુરુ-કુગુરુને વિવેક કરી શકતી નથી અને ધર્મના નામે અધર્મનું સેવન કરી પિતાના આત્માને અધોગતિ તરફ લઈ જાય છે.
બારીઆ
રાગ અને દ્વેષમાં રાગની પ્રધાનતા છે, કારણ કે રાગ વિના ઠેષ સંભવતા નથી. રાગ સંસારનું બીજ છે. સર્વ દેષના મૂળમાં રાગ છે, કારણ કે રાગી જીવ માધ્યસ્થ ભાવે વિચારવિમર્શ કરી શકતું નથી. માધ્યસ્થતા વિના ન્યાયપૂર્ણતા, નૈતિકતા કે પ્રમાણિકતા સંભવતી નથી. માદયસ્થતાથી સમત્વ આવે, સમતાની પ્રાપ્તિ થાય. સમાથી વીતરાગતા આવે. દરેક પ્રકારના રાગમાં દષ્ટિરાગ મહાદોષ છે, કારણ કે તે મોક્ષના પ્રવેશદ્વાર સમા સમ્યફત્યની પ્રાપ્તિમાં બાલા છે. કામાગ ચાનિધર્મની પ્રાપ્તિમાં બાધક બને છે અને એક મિત્ર, પુત્ર, પતિ, પત્ની, ગુર આદિ પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org