________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ તેટલું પણ જે તે આત્મસ્પર્શ ન હોય તે તે સંસારવૃદ્ધિનું જ કારણ બની શકે છે.
કોઈ પણ દૃષ્ટિના એકાંત આગ્રહના મૂળમાં રાગદ્વેષના તીવ્ર સંસ્કાર અર્થાત દષ્ટિએહ છે. મોહ એટલે મૂર્ણ, વસ્તુના તાવિક -સ્વરૂપનું અભાન અથવા વિપરીત ભાન. એકાંતદશન ઈષ્ટસિદ્ધિનું સાધન બની શકતું નથી
એકાંતદષ્ટિ પર રચાયેલું કોઈ પણ દર્શન મોહગર્ભિત જ છે તેથી તે ઈષ્ટસાધક નથી બની શકતું. એકાંતદષ્ટિનું જ્ઞાન અપૂર્ણ છે તેથી નહિ પરંતુ તે અપૂર્ણ જ્ઞાનને પૂર્ણ માને છે તેથી અયથાર્થ છે, મિથ્યા છે. મિથ્યાજ્ઞાન અજ્ઞાન છે. અજ્ઞાન છે ત્યાં મેહ છે તેથી એકાંતદર્શન– નિષ્પન્ન વૈરાગ્ય પણ મોહગર્ભિત જ છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય માટે અનેકાંતદર્શનનું આલંબન કેટલું આવશ્યક છે તે સંબંધમાં આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી તેમના “અષ્ટકપ્રકરણ”ના દસમાં વેરાગાષ્ટક લોક ૪-૮ માં ફરમાવે છે તેને ભાવાર્થ છે –
આત્મા એક (જ) છે, આત્મા નિત્ય (જ) છે. આત્માઅબદ્ધ (જ) છે, આત્માક્ષણક્ષથી (જ) છે, અથવા આત્મા અસત (જ). છે, એવા એકાંત નિશ્ચયથી સંસારની નિર્ગુણતાને વારંવાર જોવા “છતાં અને તેના ત્યાગ માટે ઉપશમ અને સદાચારનું ભાવથી સેવન કરવા છતાં તેવા પુરુષને વૈરાગ્ય જ્ઞાનગર્ભિત નહિ પણ મેહંગર્ભિત જ હોય છે. સજ્જ્ઞાનગર્ભિત વૈરાગ્ય તેઓને જ હોય છે કે જેઓ સ્યાદ્વાદ ન્યાયનું (અનેકાંતવાદનું) આલંબન લઈને આત્માને સમષ્ટિરૂપે એક પરંતુ વ્યષ્ટિરૂપે અનેક, દ્રવ્યરૂપે નિત્ય પણું પર્યાય રૂપે ક્ષણિક, નિશ્ચયનયથી અબદ્ધ પણું વ્યવહારનયથી બદ્ધ, પર: -સ્વરૂપે અસત્ પણ સ્વસ્વરૂપે સત્ માને છે તથા સંસારદશામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org