________________
જૈન કલા
૫૫ લખન મ્યુઝિયમ). એ રીતે જોતાં આ આયાગપમાંના તીર્થકર શ્રી મહાવીર હોઈ શકે.
આ કલ્પનાને પુષ્ટિ આપે એ બીજો પુરાવો મળ્યા છે. મથુરામાંથી મળેલ એક નાની ખંભાકૃતિ, સંભવતઃ તંભને એક ભાગ, નંબર જે. ૨૬૮ તરીકે લખનૌ મ્યુઝિયમમાં સચવાયેલો છે. આની એક બાજુએ ઉપર-નીચે બે અલગ અલગ ખાનાંમાં બે અલગ અલગ પ્રસંગે કોતર્યા છે. ઉપરના ખાનામાં વચમાં એક સિહજ – માથે સિંહવાળા સ્તંભ છે. તેની આજુબાજ પ્રદક્ષિણા કરતી એક પુરુષ અને એક સ્ત્રીની આકૃતિઓ કોતરેલી છે. નીચેના ખાનામાં નૃત્ય કરતી સ્ત્રી જોડે મૃદંગવાદકની અને અન્ય નાની આકૃતિઓ છે. સ્તંભની બીજી એક બાજુના એક ખાનામાં શૃંગારિક સૂચક પ્રસંગ છે, બીજામાં એક પુરુષ પોતાની બેઉ બાજુએ ઊભેલી એક એક સ્ત્રીને આલિંગીને ઊભેલ છે. ચારેય પ્રસંગોને એકમેક સાથે સંબંધ હે જરૂરી નથી. હવે સિંહ-સ્વજની આજુબાજુ ફરતાં નરનારી એ સિંહધ્વજ પ્રત્યે ભક્તિભાવપૂર્વક એની પ્રદક્ષિણું કરે છે તે જોતાં જુદાં જુદાં તીર્થકોનાં મંદિરે અને સ્તૂપે સામે તે તે તીર્થંકરનાં ધ્વજ-સ્તંભે કુષાણકાલમાં હોવાનો સંભવ છે. આ વજે ઉપરથી પાછળથી લાંછન તરીકે એ ચિહ્નો મૂકવાની પ્રથા પડી. આ વસ્તુ ડીક સંદિગ્ધ રહે છે. તેનું કારણ છે કે મથુરાના કેઈ અજ્ઞાત દાતાએ પધરાવેલા આયાગપટ (“Studies In Jaina Art, fig. 11)માં તેમજ શિવાષકની પત્ની 42121 alell 241415142 (Studies In Jaina Art' fig. 12)માં વચમાં તીર્થકર હેવા છતાં બેઉ બાજુએ કેઈ સ્તંભની આકૃતિ નથી. આમ છતાં ઉપર રજૂ કરેલી માન્યતા હોવાને ઘણે સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org