________________
૫૪.
જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ ૨
ઊંચે પાષાણતંભ છે જે ગરુડધ્વજે છે. એના પરના શિલાલેખમાં આ સ્પષ્ટ છે. જેણે ભાગવત ધર્મ સ્વીકાર્યો હતો એવા “ હિલિયે. દોર” નામક એક ગ્રીકે વિષ્ણુમંદિરની સામે આ ગરુડ-વજ ઊભે કર્યો હતો. આવા ઊંચા સ્તંભ ઉપર જે તે દેવતાના ધ્વજના. ચિહની આકૃતિ હોય છે, જેવી કે તાલ-ધ્વજ ઉપર તાલ-વૃક્ષની, ગરુડ-વજ ઉપર ગરુડની, સિંહ-વજ ઉપર સિંહની, વૃષભ-ધ્વજ ઉપર વૃષભની. હવે આ દષ્ટિએ વિચારીએ કે તીર્થકરની પ્રતિમાની નીચે લાંછન ના મુકાતાં હોય પણ જે તે તીર્થકરના મંદિર કે સ્તૂપ સામે તેમના દવજયુક્ત સ્તભ ઊભા કરવામાં આવતા હોય એમ બનેલું કે નહિ ? :
કંકાલીટીલા, મથુરામાંથી એક આયાગ-પટ મળેલો છે. એ પટ. (લખનૌ મ્યુઝિઅમ નંબર જે. ૨૪૯) પર વચમાં ત્રિરતનેની વચમાં વર્તુળમાં એક પદ્માસનસ્થ જિનેશ્વરની આકૃતિ છે. આયાગપટ ઉપર કોતરેલા લેખ મુજબ આ પટ મથુરાની સિંહનાદિક નામની વ્યક્તિએ તે છેતરાવી અર્પણ કરેલ છે. (“Studies in Jaina Art,” fig. 13). લિપિ પરથી એ પટ ઈ. સ. ના પહેલા સૈકામાં બનેલો હોવાને મત વિન્સેન્ટ સ્મિથે દર્શાવ્યો છે. આ પટની ઉપરની હરોળમાં ચાર માંગલિક ચિહ્નો છે. નીચેની હરોળમાં બીજા ચાર માંગલિક ચિહ્યો છે. ત્રિરત્નોની બે બાજુની ઊભી પેનલો ઊભાં ખાન)માં એક એક સ્તન્મે છે. આમાને એક સ્તમ્ભ ઉપર ધર્મચક્રની આકૃતિ છે, બીજા ઉપર હાથીની આકૃતિ છે. આ જોતાં આ આયાગપટમાંના તીર્થકર અજિતનાથ હેઈ શકે. ભદ્રનંદિની પત્નીએ પધરાવેલ કંકાલીટીલામાંથી મળેલો એક બીજો આયાગપટ છે જેમાં (“Studies in Jaina Art, fig. 10) આવી જ રીતે એક સ્તમ્ભ ઉપર ધર્મચક્ર છે જ્યારે બીજા ઉપર સિંહ છે.. (નંબર જે. ૨પર,
t
મારી આ
શાક ભરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org