________________
४८
જૈન ફલા સમયમાં મથુરામાંથી અનેક તીર્થંકર પ્રતિમાઓ કાર્યોત્સર્ગ મુદ્રામાં તેમજ પદ્માસનસ્થ મળી છે. આ પ્રતિમા નમ્ર છેજે પદ્માસનસ્થ આકૃતિઓ છે તેમાં નમતાનું ચિહ્ન દેખાતું નથી પણ કંદો કે વસ્ત્ર પણ દેખાતાં નથી. છતાં ખૂબીની વાત એ છે કે મથુરાની તીર્થંકરપ્રતિમાઓ પરના શિલાલેખોમાં જે ગણે, કુલે, સાધુઓ, સાધ્વીઓ, આચાર્યો વગેરેના ઉલ્લેખો છે તે બધા શ્વેતામ્બરમાન્ય પ્રાચીન સ્થવિરાવલિઓમાં મળી આવે છે. મથુરામાં જૈન ધર્મ – જેને કલાના અવશેષો કુષાણકાલીન એટલે કે ઈસ્વીસનની પહેલી અને તે પછીની સદીઓના જ મળે છે એવું નથી, પણ શુંગાલીન અવશેષો પણ મળ્યા છે. મથુરામાં એક નહિ પણ એકથી વધુ જેન સ્તૂપ હતા. કંકાલીટીલાના જે સ્તૂપના અવશેષો મળ્યા છે તે પ્રાચીન સુપાર્શ્વનાથના સ્તૂપને હેવાને સંભવ ઓછો છે, કેમ કે એ સ્તૂપને એક ઉદ્ધાર બપ્પભટ્ટસૂરિના સમયના ઉલ્લેખો જેન સાહિત્યમાં મળે છે છતાં કંકાલીટીલાના આટલા બધા અવશેષોમાં બપ્પભટ્ટસૂરિના સમયના અવશેષો મળ્યા નથી. આમ મથુરામાંના અન્ય જૈન સ્તૂપની શોધ કરવી રહી.
હવે આ સ્તૂપની ઉપલબ્ધ તમામ તીર્થંકરપ્રતિમાઓમાં પીઠ પર કે ક્યાંય જે તે તીર્ષકનું લાંછન બતાવ્યું નથી. અને જે પ્રતિમા પર લેખ કરેલ હોય અથવા જે પ્રતિમાના ખભા પર લટક્તા કેશ હોય કે મસ્તક ઉપર નાગફણાનું છત્ર હેય તેવી પ્રતિમાઓ બાદ કરતાં અન્ય કોઈ પ્રતિમા તે મા તીર્થંકરની છે તે ઓળખાતું નથી. પ્રતિમાઓ સાથે કોઈ યક્ષચક્ષિણું નથી હોતાં અને પીઠ ઉપર ધર્મ ચક્રની બે બાજુએ મળી ચતુર્વિધ સંધની જ આકૃતિઓ, એટલે કે શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાવની જ આતિઓ મળે છે. આ પરંપરા પાછળના પરિકસમાં નથી મળતી. આમ ધર્મનું મણ તાવ એનું Esoteric અંગ બદલાય નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org