________________
૪૮
જૈન સાહિત્ય સમારેહ – ગુચ્છ ૨
તેમજ સ્તુતિથી પર હેઈ, કર્મબંધનથી વિમુક્ત હેઈ, પ્રતિમા પૂજકને વાંછિત ફળ આપે નહિ એટલે જૈન ધર્મમાં પ્રતિમાપૂજન એટલા માટે છે કે તીર્થકર ભગવાનના ગુણેનું સ્મરણ થઈ આરાધકમાં તે ગુણો કેળવાય. આ રીતે શરૂઆતના સમયમાં કદાચ મંદિરે કે પ્રતિમાઓ બન્યાં ન હોય તે શક્ય છે. ભગવાન મહાવીર અને તેમનાં માતાપિતા પાર્શ્વનાથના ઉપાસક હતાં. પણ ભગવાન મહાવીર કે તેમના કોઈ સંબંધી કોઈ પણ ગ્રામ, નગર કે ક્ષેત્રના કોઈ પણ જૈન મંદિરમાં ગયાને કઈ ઉલ્લેખ આગમોમાં નથી. ભગવાન મહાવીર જે ચેત્યોમાં ઊતરતા – જેવાં કે પૂર્ણભદ્ર ચૈત્ય આદિ– તેને ટીકાકારો યક્ષાયતન તરીકે જ ઓળખાવે છે. પણ, ભગવાન મહાવીરની સમકાલીન એક જીવંત સ્વામી કાષ્ઠની પ્રતિમા – a portrait sculpture બન્યાનો ઉલ્લેખ વિસ્તારથી ચૂર્ણિગ્રન્થમાં અને પાછળથી અન્ય ગ્રામાં મળે છે. વસુદેવહિંડીમાં પણ જીવંત સ્વામી પ્રતિમાને ઉલ્લેખ છે અને તેમાં આર્ય સુહસ્તિસૂરિ આ પ્રતિમાના રથયાત્રા મહોત્સવમાં પધાર્યાનો ઉલ્લેખ છે. આમ કમમાં કમ મૌર્ય રાજા સમ્મતિના સમયમાં તે જૈન પ્રતિમાઓને ઉલ્લેખ મળે છે, અને પ્રાચીન પાટલિપુત્રના જે અવશેષો પટના પાસેથી મળ્યા છે તેમાં લેવાનીપુર નામના સ્થળ પરના ખોદકામમાં એક મૌર્યકાલીન નગ્ન કાર્યોત્સર્ગ સ્થિત તીર્થંકર પ્રતિમા ખંડિત અવસ્થામાં મળી છે તેમજ બાજુમાં એક ઈટના બનેલા મકાનના પાયાના અવશેષે છે જૈન મંદિરના જ હશે અને એમાં આ તથા અન્ય પ્રતિમાઓ પૂજાતી હશે. એટલે ભગવાન મહાવીરના સમયમાં એમની જીવંત સ્વામી પ્રતિમા – portrait sculpture જેવી – બની પૂજાઈ અને નિર્વાણ પછી થોડાક સમયમાં વધુ પ્રતિમાઓ ભરાવાનું તેમજ જૈન મંદિર બનવાનું શરૂ થયું હશે. મૌર્યકાલમાં આ પ્રવૃત્તિ હતી જ એ તો સ્પષ્ટ જ છે. આ પછીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org