________________
૪૧
જૈન દાર્શનિક વિચારણનો આદિકાળ દ્વિતીય શ્રુતસ્કંધમાં સ્પષ્ટીકરણ છે કે એક અનાદિ અનંત છે એટલે તેને કેવળ શાશ્વત કે અશાશ્વત ન કહી શકાય (૨-૫-૨) વળી આચારાંગ અને સૂત્રકૃતાગ બનેમાં વિશ્વના ભેગવાતા પ્રમની ક્ષણભંગુરતા અને પરિણામશીલતાની વાત છે અને તેના ઉપર ભાર પણ છે. આમ જે રૂપમાં અનેકાંતવાદ સમગ્ર તો આવરી લે છે એ વિષેની માન્યતા હજુ સ્થિર થઈ નથી છતાં એ તે નોંધવું જ જોઈએ કે સૂત્રકૃતાંગમાં વિભાજયવાદને પુરસ્કાર કરવામાં આવ્યો છે તેના સ્વરૂપ વિષે આપણને બૌદ્ધ પિટકથી વિશેષ જાણવા મળે છે, કારણ કે બુદ્ધ પિતાને વિજયવાદી હેવાનું અનેક વાર જણાવે છે. આ વિભાજયવાદ જ પછીના કાળે વિકસિત અનેકાન્તવાદ-યાદ્વાદની ભૂમિકારૂપ છે. - મેક્ષમાર્ગને આમાં – આરંતુ વિનાશ્વર પમાવળ (૧-૧૨-૧૧) – જણાવ્યું છે તે હજી વૈદિક પરિભાષાથી પૃથક નથી દેખાતે. જે પછીના કાળે ઉમાસ્વાતિમાં ત્રિવિધરૂપે સ્પષ્ટ થાય છે.
સૂત્રકૃતાંગમાં બીજા કંધમાં કોને અસ્તિ કહેવા એની એક સૂચી છે. તેથી પણ એ સૂચિત થાય છે કે હજુ નવતત્વની ભૂમિકા જ રચાઈ છે, અને ષડૂકવ્યની તે કોઈ સૂચના જ મળતી નથી. (૨–૫) - કર્મબંધનાં તાત્ત્વિક સ્વરૂપ કે ભેદો વિષે પણ હજુ આમાં કઈ ખાસ પ્રગતિ થઈ હોય તેમ જણાતું નથી. કમના અનુસંધાનમાં ચાર કષાયને બદલે હજી પ્રાચીન પરિભાષા દેસ, પેજજ, દ્વેષ અને રાગ જ જોવામાં આવે છે.
સૂત્રકૃતાંગમાંની એક વાત વિષે અહીં વિશેષ રૂપે યાન દોરવાનું આવશ્યક સમજુ છું. આચારાંગમાં આત્મપિમ્ય દ્વારા જીવહિંસા ન કરવાને ઉપદેશ વારંવાર આપવામાં આવ્યો છે પણ સામાયિક શબ્દ પ્રયોગ નથી મળતા. પણ સૂત્રકૃતાંગમાં તો સ્પષ્ટ કહ્યું છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org